Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેટ ફ્યુઅલની કિંમતમાં થયો 5 ટકા સુધીનો વધારો, હવાઈ મુસાફરી થશે મોંઘી

મોંઘવારી તામક્ષેત્રે વધવા લાગી છે.  એક પછી એક તમામ વાસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ બાદ હવે જેટ ફ્યુઅલની કિંમતમાં પણ વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ જેટ ઈંધણના ભાવમાં 5% સુધીનો વધારો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત હવે 1.23 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. જેટ ફ્યુઅલનો ઉપયોગ પ્લેન માટે ઇંધણ તરીકે થાય છે. હવે હવાઈ મુસાફરી મોંઘી થવાન
જેટ ફ્યુઅલની કિંમતમાં થયો 5 ટકા સુધીનો વધારો  હવાઈ મુસાફરી થશે મોંઘી
મોંઘવારી તામક્ષેત્રે વધવા લાગી છે.  એક પછી એક તમામ વાસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ બાદ હવે જેટ ફ્યુઅલની કિંમતમાં પણ વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ જેટ ઈંધણના ભાવમાં 5% સુધીનો વધારો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત હવે 1.23 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. જેટ ફ્યુઅલનો ઉપયોગ પ્લેન માટે ઇંધણ તરીકે થાય છે. હવે હવાઈ મુસાફરી મોંઘી થવાની પુરી સંભાવના છે.
આ વર્ષે જાન્યુઆરીથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 61.7%નો વધારો થયો છે. એટલે કે આ વર્ષના પહેલા 6 મહિનામાં જ ATF અથવા જેટ ફ્યુઅલની કિંમત 72,062 રૂપિયા પ્રતિ કિલોલીટરથી વધીને 1.23 લાખ પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.
જો જેટ ફ્યુઅલ મોંઘુ થશે તો એરલાઇન કંપનીઓ ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. કોઈપણ એરલાઇનના કુલ ખર્ચમાં જેટ ફ્યુઅલનો હિસ્સો 40% છે. હવે ATF કે જેટ ફ્યુઅલની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી આગામી દિવસોમાં દરોમાં વધારો થાય તેવી શકયતા છે. 2022ની શરૂઆતથી ATFની કિંમતો દર 15 દિવસે વધી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.