Jamkandorana : તાંત્રિક વિધિના નામે વેપારી સાથે કરાઇ 13 લાખની છેતરપિંડી, વાંચો અહેવાલ
- Jamkandorana માં તાંત્રિક વિધિના નામે વેપારી સાથે છેતરપિંડી
- વિધિના નામે 13 લાખનો ચૂનો ચોપડનાર મદારી ગેંગ ઝડપાઈ
- મદારી ગેંગના 4 શખ્સો પાસેથી 6.19 લાખનો મુદ્દામાલ જપ્ત
- ખજૂરડાના વેપારીને રૂદ્રાક્ષ આપ્યા બાદ વિધિના નામે છેતરપિંડી
- નકલી નોટો અને રમકડાં ભરેલી બેગ આપી 4 શખ્સોએ લગાવ્યો હતો ચૂનો
Jamkandorana : અત્યારના આધુનિક સમયમાં પણ ઘણા લોકો અંધવિશ્વાસના કારણે તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાઈ જતા હોય છે. હવે રાજકોટના જામકંડોરણાથી ( Jamkandorana ) પણ એવી જ ઘટના સામે આવી છે. જામકંડોરણામાં તાંત્રિક વિધિના નામે વેપારી સાથે છેતરપિંડી થઈ હતી. વિધિના નામે મદારી ગેંગ દ્વારા 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. અહી નોંધનીય છે કે, વિધિના નામે 13 લાખનો ચૂનો ચોપડનાર મદારી ગેંગ હવે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત...
ખજૂરડાના વેપારીને રૂદ્રાક્ષ આપ્યા બાદ વિધિના નામે 13 લાખની છેતરપિંડી
રાજકોટના જામકંડોરણાથી ( Jamkandorana ) આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિના બહાને ગુરુ અને ચેલા સહિત ચાર શખ્સે વેપારી સાથે રૂ. 13 લાખની છેતરપિંડી કરી હતી. ખજૂરડા ગામે ખેડૂત વેપારીની દુકાને આવેલા બાવા સાધુએ રુદ્રાક્ષ આપ્યા બાદ તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરી હતી. ખોટી નોટો અને રમકડાં ભરેલ બેગ આપીને છેતરપિંડી કરતાં ફરીયાદીએ ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ હતી. હવે 13 લાખનો ચૂનો ચોપડનાર મદારી ગેંગ ઝડપાઈ છે.
પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 406, 420, 508 અને 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. અહી ઉલ્લેખનીય છે કે, મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી હતી. પોલીસે તપાસ કરતા આ કૃત્ય આચારનાર મદારી ગેંગના સભ્યો જાલમનાથ રાજુનાથ પઢીયાર, જોગનાથ રાજુનાથ પઢીયાર, પ્રકાશનાથ ઝવેરનાથ પઢીયાર, ઝવેરનાથ રાજુનાથ પઢીયારને ઝડપી પાડયા હતા.
આ પણ વાંચો : DABHOI : માએ પોતાની મમતા લજવી, ડિલિવરી થયા બાદ બાળકને તરછોડી માતા ફરાર
…