Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRO Achievement : નવા વર્ષે નવી સિદ્ધિ સાથે ISRO બ્લેક હોલ- ગેલેક્સીનો કરશે અભ્યાસ

ISRO Achievement : ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ (ISRO Achievement) નવા વર્ષે નવો ઈતિહાસ બનાવ્યો છે.2024 ના પહેલાં જ દિવસે ઈસરોનું એક્સપોસેટ મિશન સફળતાપૂર્વક લોંચ થયું હતું. બ્લેકહોલ (Black Holes), ગેલેક્સી (Galaxies) અને ન્યૂટ્રોન સ્ટાર્સ અંગે આ મિશન સંશોધન કરશે. ઈસરો...
isro achievement   નવા વર્ષે નવી સિદ્ધિ સાથે isro બ્લેક હોલ  ગેલેક્સીનો કરશે અભ્યાસ
Advertisement

ISRO Achievement : ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ (ISRO Achievement) નવા વર્ષે નવો ઈતિહાસ બનાવ્યો છે.2024 ના પહેલાં જ દિવસે ઈસરોનું એક્સપોસેટ મિશન સફળતાપૂર્વક લોંચ થયું હતું. બ્લેકહોલ (Black Holes), ગેલેક્સી (Galaxies) અને ન્યૂટ્રોન સ્ટાર્સ અંગે આ મિશન સંશોધન કરશે. ઈસરો (ISRO)  ની આ સ્પેસ ઓબ્ઝર્વેટરી ધરતીથી 650 કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં સેટ થશે.

Advertisement

PM MODI એ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા

આ પ્રકારનું મિશન લોંચ કરનારો ભારત અમેરિકા બાદ વિશ્વનો બીજો દેશ બન્યો છે. અમેરિકાએ 2021 માં ઈમેજિંગ એક્સ-રે પોલરીમીટરી એક્સપ્લોરર નામનું મિશન લોંચ કર્યું હતું. ઈસરોનું ( ISRO Achievement) એક્સપોસેટ મિશન બ્રહ્માંડના અકળ રહસ્યોને ઉકેલવાના પ્રયાસો કરશે. શ્રીહરિકોટાના લોંચપેડથી સવારે 9.10 કલાકે આ મિશન લોંચ થયું હતું. ઈસરોએ નવા વર્ષની શરૂઆત આ ઐતિહાસિક મિશનથી કરી તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા.

Advertisement

ISRO

ISRO

શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી મિશન લોંચ કર્યું હતું.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી સવારે 9.10 કલાકે ભારતની સ્પેસ એજન્સીએ ઈસરોએ (ISRO Achievement) ઐતિહાસિક મિશન લોંચ કર્યું હતું. એક્સપોસેટ નામનું આ મિશન એક પ્રકારની એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી છે, જે પૃથ્વીથી 650 કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં રહીને બ્લેકહોલ (Black-Holes), ગેલેક્સી વગેરેનું સંશોધન કરશે. બ્રહ્માંડના અકળ રહસ્યો ઉકેલવા માટે આ મિશન લોંચ થયું છે.

ભારત વિશ્વનો અમેરિકા બાદ માત્ર બીજો દેશ બન્યો

જેને સ્પેસ સાયન્સની ભાષામાં પોલરીમીટરી સેટેલાઈટ કહેવાય છે એના લોંચિંગમાં સફળતા મેળવનારો ભારત વિશ્વનો અમેરિકા બાદ માત્ર બીજો દેશ છે. પોલરીમીટર એક પ્રકારનું વિશિષ્ઠ ઉપકરણ છે. જે ખાસ પ્રકારે ફરીને બ્લેકહોલ (Black-Holes), ગેલેક્સી (Galaxies) ના કિરણોનો અભ્યાસ કરે છે. નરી આંખે ન દેખાતા બ્રહ્માંડના પદાર્થોને આ ઉપકરણ પકડે છે અને જુદા જુદા પરિમાણથી પકડીને એના રહસ્યો ઉકેલવા મથામણ કરે છે. આ મીટર સાત લેયરથી અઘરું કામ પાર પાડે છે. મૃત તારાઓના રેડિએશનનો અભ્યાસ કરીને એ બાબતે પૃથ્વીવાસીઓની સમજ વધારવા માટે આ ઉપકરણ બહુ જ ઉપયોગી છે.

બ્લેકહોલ (Black-Holes)ના રેડિએશનનો અભ્યાસ કરશે

ISRO Achievement માં એક્સપોસેટ અવકાશમાં ફોટોન અને અંતરીક્ષના ધુ્રવીકરણ માપની મદદથી બ્લેકહોલ (Black-Holes)ના રેડિએશનનો અભ્યાસ કરશે. બ્લેક હોલનું રહસ્ય ઉકેલાય તો બ્રહ્માંડના જન્મની કેટલીય નવી બાબતો જાણવા મળે તેમ છે. આ સ્પેસ ઓબ્ઝર્વેટરી પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે. આ સેટેલાઈટમાં બે પેલોડ છે. એક પોલરીમીટર ઈન્સ્ટ્રુમેન્ટ એક્સ-રે અને બીજું, એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી.આ બંનેની મદદથી મિશન ચાવીરૂપ સ્ટડી કરશે.આ ઉપકરણ સાથે બ્લેકહોલ અને ગેલેક્સી (Galaxies) ના રહસ્યો જાણવા માટે ઓબ્ઝર્વેટરી-સેટેલાઈટ લોંચ કરનારો ભારત બીજો દેશ છે. તે માટે PM  મોદીએ ઈસરોને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું હતું: નવા વર્ષે સારા સમાચાર આપવા બદલ ઈસરોના વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર. આ મિશનથી દેશના સ્પેસ સેક્ટરને નવી ઉર્જા મળશે. દેશના સ્પેસપાવરમાં વધારો થશે.

એક્સપોસેટ એક પ્રકારની સ્પેસ ઓબ્ઝર્વેટરી છે:  ડૉ. જયકુમારે 

મિશન લોંચ થયા બાદ ઈસરો સાયન્ટિસ્ટ અને આ મિશનના ડિરેક્ટર ડૉ. જયકુમારે કહ્યું હતું કે એક્સપોસેટ એક પ્રકારની સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. આ મિશનમાં મહિલા સાયન્ટિસ્ટ પર સંપૂર્ણપણે આધારિત હતું. આ મિશન સ્ત્રીસશક્તીકરણનું અભૂતપૂર્વ ઉદાહરણ છે. ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું હતું: નવા વર્ષની શરૂઆત સફળતા સાથે થઈ છે. દેશના અંતરીક્ષ વિજ્ઞાન માટે આ વર્ષ નવા સોપાનો લાવશે.ઈસરો (ISRO) ના વડાએ ઉમેર્યું હતું કે આ મિશન એક્સ-રે પોલરીમેટરીમાં અનન્ય છે. આપણાં વૈજ્ઞાનિકોએ મહેનત કરીને બધા જ સાધનો દેશમાં વિકસાવ્યા છે. અમે ઈસરોમાં 100 એવા વિજ્ઞાનિકોની ટીમ બનાવવા ધારીએ છીએ, જે બ્લેકહોલ (Black-Holes)અને ગેલેક્સી (Galaxies) ની બાબતોનો ઊંડો અભ્યાસ કરીને વિવિધ પાસાને સમજી શકે અને વિશ્વના તે અંગેના જ્ઞાનમાં વધારો કરી શકે.

નવા 2024 ના વર્ષમાં ગગનયાન માટેનાં મહત્વનાં ટેકનિકલ પરીક્ષણો કરીશું

2024 નું વર્ષ ગગનયાન રેડીનેસ વર્ષ તરીકે હશે.અમે આ નવા 2024 ના વર્ષમાં ગગનયાન માટેનાં મહત્વનાં ટેકનિકલ પરીક્ષણો કરીશું. સાથોસાથ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ૨૦૨૪માં 12 થી 14 મિશનનો પણ અમલ કરવાની તડામાર તૈયારી કરી રહ્યું છે.આમ તો ઇસરોએ આવતાં 2047 સુધીનો રોડ મેપ પણ તૈયાર રાખ્યો છે.એટલે કે ઇસરાએ આવતાં 23 વર્ષ સુધી કયાં કયાં મિશનનો અમલ કરવાનો છે તેનું ટાઇમ ટેબલ પણ તૈયાર કર્યું છે. આ રોડ મેપમાં આઝાદીનાં 100 વર્ષ પૂરોં થાય તે તબક્કા (2047) સુધીનું આયોજન તૈયાર કર્યું છે. આ રોડમેપમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન, ચંદ્રયાન-૪-૫-૬-૭, ચંદ્ર પર માનવ મિશન,લ્યુનાર ટુરિઝમ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- મણિપુરમાં ફરી હિંસા ભડકી! 4 લોકોની ગોળી મારીને હત્યા,5 જિલ્લામાં કરર્ફ્યૂ

Tags :
Advertisement

.

×