Israel ના નૌકાદળના સૈનિકોએ વધુ એક Hezbollah ના ટોચના વ્યક્તિની કરી ધરપકડ
- આ આતંકવાદીનું નામ ઈમાદ ફદલ અમહાઝ છે
- સૈનિકો દરિયાકાંઠાની નજીક એક કેબિનમાં ઘૂસી ગયા
- સીસીટીવીમાં બે સૈનિકોએ એક માણસને પકડી રાખ્યો છે
Israeli commandos nab Hezbollah Commander : Israel ની નૌકાદળે ઉત્તરી Lebanon ના દરિયાકાંઠાના શહેર બતરૌનમાંથી Hezbollah ના ટોચના Commander ને પકડી પાડ્યો છે. આ Commander એ Hezbollah ના નૌકાદળના ટોચના અધિકારીઓમાંનો એક હતો. તે Israel ની નજીક આવેલા વિસ્તારોમાં Hezbollah ની સ્પીડબોટ અને અન્ય ગનશીપની કામગીરીની દેખરેખ રાખતો હતો. આ ધરપકડને Israel માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.
આ આતંકવાદીનું નામ ઈમાદ ફદલ અમહાઝ છે
એક અહેવાલ મુજબ, આ આતંકવાદીનું નામ ઈમાદ ફદલ અમહાઝ છે, જે Hezbollah નો વરિષ્ઠ સભ્ય છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે તે લેબનીઝ નેવીનો ભાગ છે. તો Israel ના અધિકારીએ કહ્યું કે અમહાઝની Hezbollah ની નૌકાદળની કામગીરી અંગે પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે. લેબનીઝ અધિકારીઓના દાવાને ટાંકીને અહેવાલ આપે છે કે ઓપરેશન કથિત રીતે UNIFIL ના ભાગ રૂપે કાર્યરત જર્મન નૌકા દળો સાથે સંકલનમાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Paris માં થશે દુનિયાના સૌથી મોટા Dinosaur ની હરાજી, કિંતમ જાણીને સ્તબ્ધ થઈ જશો
דיווח בלבנון: "כוח של צה"ל פעל בצפון המדינה ולקח בשבי איש חיזבאללה" | תיעוד @OmerShahar123
צילום: שימוש לפי סעיף 27 א' pic.twitter.com/9IJsld3mhT— כאן חדשות (@kann_news) November 2, 2024
સૈનિકો દરિયાકાંઠાની નજીક એક કેબિનમાં ઘૂસી ગયા
આ ઓપરેશનમાં 25 થી વધુ લોકો સામેલ હતા. IDF સૈનિકો દરિયાકાંઠાની નજીક એક કેબિનમાં ઘૂસી ગયા હતા અને ત્યાં એકલા રહેતા અમહાઝનું અપહરણ કર્યું હતું. તો લેબનીઝ સુરક્ષા દળો ઘટનાની તપાસ કરી રહ્યા છે. Hezbollah તરફી પત્રકાર હસન ઇલકે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે Israel ના સૈનિકોનું એક મોટું જૂથ રિસોર્ટ ટાઉનમાં ઉતર્યું હતું અને તે વ્યક્તિ સ્પીડ બોટ પર જતા પહેલા તેને પકડી લીધો હતો.
સીસીટીવીમાં બે સૈનિકોએ એક માણસને પકડી રાખ્યો છે
તેમણે સીસીટીવી ફૂટેજ શેર કર્યું છે, જેમાં સૈનિકો રસ્તા પર ચાલતા દેખાય છે, તેમાંથી બે સૈનિકોએ એક માણસને પકડી રાખ્યો છે. Lebanon ની સરકારમાં Hezbollah નું પ્રતિનિધિત્વ કરતા લેબનીઝ પરિવહન પ્રધાન અલી હમીયે જણાવ્યું હતું કે વિડિયો સચોટ છે, પરંતુ વધુ વિગતો શેર કરી નથી. લેબનીઝ શહેર Israel ના દરિયાકાંઠાથી લગભગ 140 કિલોમીટર અને બેરૂતથી 55 કિલોમીટર ઉત્તરે આવેલું છે.
આ પણ વાંચો: Spain: ડૂબી ગયેલી કારમાંથી મળી રહી છે અનેક લાશો...