Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈશાન ખટ્ટરની ફિલ્મ પિપ્પાનું દમદાર Teaser રિલીઝ, 1971ના યુદ્ધ પર બની છે ફિલ્મ

દેશ આજે આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે. ત્યારે આ ખાસ દિવસે બોલિવૂડ એક્ટર ઈશાન ખટ્ટર (Ishan Khattar) અને મૃણાલ ઠાકુર (Mrunal Thakur)ની આગામી ફિલ્મ પિપ્પા (Pippa) નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ એક યુદ્ધ ફિલ્મ છે, જે યુદ્ધના અનુભવી બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાના પુસ્તક 'ધ બર્નિંગ ચાફીઝ' પર આધારિત છે. ફિલ્મનું ટીઝર સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે.ઈશાન ખટ્ટરની આગામી ફિલ્મ પિપ્પા (Pippa)નું ટીઝ
ઈશાન ખટ્ટરની ફિલ્મ પિપ્પાનું દમદાર teaser રિલીઝ  1971ના યુદ્ધ પર બની છે ફિલ્મ
દેશ આજે આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે. ત્યારે આ ખાસ દિવસે બોલિવૂડ એક્ટર ઈશાન ખટ્ટર (Ishan Khattar) અને મૃણાલ ઠાકુર (Mrunal Thakur)ની આગામી ફિલ્મ પિપ્પા (Pippa) નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ એક યુદ્ધ ફિલ્મ છે, જે યુદ્ધના અનુભવી બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાના પુસ્તક 'ધ બર્નિંગ ચાફીઝ' પર આધારિત છે. ફિલ્મનું ટીઝર સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે.
ઈશાન ખટ્ટરની આગામી ફિલ્મ પિપ્પા (Pippa)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. રાજા મેનનની ફિલ્મનું ટીઝર 75માં સ્વતંત્રતા દિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ઈશાને આ ટીઝર થોડા સમય પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કર્યું હતું. આ ફિલ્મની એક ઝલકથી લોકોમાં દેશભક્તિની લાગણી જાગી છે. ટીઝરમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના ભયાનક દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, 3 ડિસેમ્બર, 1971ના રોજ દેશના જવાનો સહિત સમગ્ર દેશ રેડિયો પર દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સાંભળી રહ્યો છે, જે કહે છે, 'થોડા કલાકો પહેલા પાકિસ્તાને ભારતીય એરફિલ્ડ્સ પર હવાઈ હુમલો કર્યો. હું, ઈન્દિરા ગાંધી, ભારતના વડાપ્રધાન, પાકિસ્તાન સાથે યુદ્ધની ઘોષણા કરું છું. જય હિંદ.'
ફિલ્મમાં ઈશાને 45મી કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનના કેપ્ટન બલરામ સિંહ મહેતાની ભૂમિકા ભજવી હતી, જેઓ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના પૂર્વી મોરચા પર લડ્યા હતા. આ યુદ્ધ ગરીબપુરમાં લડાયેલા 12 દિવસના યુદ્ધ પર આધારિત છે. જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું. આ યુદ્ધમાં PT76 ટેન્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના ટીઝરમાં બે દેશો વચ્ચેના યુદ્ધ વચ્ચે સૈનિકોની બહાદુરી અને બલિદાનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં ઘણા પાવરફુલ ડાયલોગ્સ છે. એક સીનમાં ઈશાન ખટ્ટર કહેતો જોવા મળે છે, 'દેશના ઈતિહાસમાં ક્યારેય કોઈ પણ યુદ્ધ અન્ય દેશને આઝાદી અપાવવા માટે નથી લડવામાં આવી. પરંતુ આજે ઇતિહાસ રચવાની તક છે.
ઉલ્લેખનીય છે કે, દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ ખાસ દિવસે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશના લગભગ તમામ ઘરોની છત પર તમને રાષ્ટ્રીયધ્વજ લહેરાતો જોવા મળશે. આજના દિવસે આપણે તે બલિદાનોને યાદ કરી પ્રણામ કરીએ છીએ જે આઝાદી મેળવવા માટે ભારતના સપૂતોએ આપ્યું છે.  
Advertisement
Tags :
Advertisement

.