Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ ના કરે, NMCએ નોટીસ જાહેર કરી

નેશનલ મેડિકલ કમિશન (NMC)એ ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની મેડિકલ કોલેજોમાં એડમિશન ન લેવાની સલાહ આપી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ થોડા દિવસો પહેલા સંયુક્ત ચર્ચા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની કોઈપણ કૉલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પોતાની નોંધણી ના કરવા વિનંતી કરી હતી. જેના પગલે હવે NMC દ્વારા નોટિસ જાàª
ભારતીય વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ ના કરે  nmcએ નોટીસ જાહેર કરી
નેશનલ મેડિકલ કમિશન (NMC)એ ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની મેડિકલ કોલેજોમાં એડમિશન ન લેવાની સલાહ આપી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ થોડા દિવસો પહેલા સંયુક્ત ચર્ચા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની કોઈપણ કૉલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પોતાની નોંધણી ના કરવા વિનંતી કરી હતી. જેના પગલે હવે NMC દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. 
પાકિસ્તાનમાં અભ્યાસ કરશો તો નોકરી નહીં મળે
UGC અને AICTE સાથે ચર્ચામાં એવું કહેવામાં આવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ પાકિસ્તાનની મેડિકલ કોલેજમાં કે અન્ય સંસ્થામાં અભ્યાસ કરશે તો, તેઓ દેશમાં નોકરી શોધવા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લાયક નહીં રહે. 29 એપ્રિલના રોજ જાહેર કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ‘તમામ સંબંધિત લોકોને સલાહ આપવામાં આવે છે કે તબીબી શિક્ષણ માટે પાકિસ્તાનનો પ્રવાસ ન કરો.’
ભારતમાં લેવાતી લાયસન્સિંગ પરીક્ષામાં નહીં બેસી શકે
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ‘ભારતનો કોઈપણ નાગરિક/વિદેશી નાગરિક કે જે પાકિસ્તાનની કોઈપણ મેડિકલ કોલેજમાં MBBS/BDS અથવા સમકક્ષ મેડિકલ કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તે FMGEમાં હાજરી આપવા કે ભારતમાં રોજગાર મેળવવા માટે લાયક નહીં હોય. સિવાય કે જેમણે ડિસેમ્બર 2018 પહેલા કે પછી ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા મંજૂરી મેળવ્યા બાદ પાકિસ્તાનની ડિગ્રી કોલેજો/સંસ્થાઓમાં.પ્રવેશ મેળવ્યો હોય.  
ઉલ્લેખનીય છે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) અને નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NEXT)એ વિદ્યાર્થીઓ માટે ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સિંગ પરીક્ષા છે. જે બહાર વિદેશમાં અભ્યાસ કરીને પરત આવતા વિદ્યાર્થીઓને આપવાની હોય છે. જેથી તેઓ દેશમાં નોકરી કરી શકે અથવા તો પ્રેક્ટિસ કરી શકે.
Advertisement
Tags :
Advertisement

.