Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફાઈનલ મેચ જોવા પહોંચેલા ભારતીય દર્શકો સાથે ગેરવર્તણૂંક

ભારતીય (India) ટીમ ભલે એશિયા કપની ફાઈનલમાં (Asia Cup 2022 Final) ના પહોંચી શકી પરંતુ પાકિસ્તાન શ્રીલંકાની આજની મેચ જોવા માટે ભારતીય ફેન્સ મેદાનમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમની સાથે ગેરવર્તણૂંત કરવામાં આવી. તેમન સ્ટેડિયમમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહી કારણ કે તેમણે ઈન્ડિયન ક્રિકેટ ટીમની જર્સી પહેરી હતી.ભારત આર્મી (Bharat Army) દુનિયાભરમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય રમતોના સમર્થક ગૃપ તરીકે પોતાન
ફાઈનલ મેચ જોવા પહોંચેલા ભારતીય દર્શકો સાથે ગેરવર્તણૂંક
ભારતીય (India) ટીમ ભલે એશિયા કપની ફાઈનલમાં (Asia Cup 2022 Final) ના પહોંચી શકી પરંતુ પાકિસ્તાન શ્રીલંકાની આજની મેચ જોવા માટે ભારતીય ફેન્સ મેદાનમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમની સાથે ગેરવર્તણૂંત કરવામાં આવી. તેમન સ્ટેડિયમમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહી કારણ કે તેમણે ઈન્ડિયન ક્રિકેટ ટીમની જર્સી પહેરી હતી.
ભારત આર્મી (Bharat Army) દુનિયાભરમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય રમતોના સમર્થક ગૃપ તરીકે પોતાની ઓળખ બનાવી ચુક્યું છે. આ વખતે પણ આ ગૃપ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે દુબઈમાં હતું. આ ફેન ગૃપે દરેક મેચમાં સ્ટેડિયમમાં જઈને ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો. આ વખતે ભારતની ટીમ ફાઈનલમાં તો પહોંચી શકી નહી પરંતુ ક્રિકેટના (Cricket) આ ચાહકો શ્રીલંકા અને પાકિસ્તાન (SLvsPAK) વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે દુબઈ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.
પરંતુ સ્ટેડિયમમાં પહોંચવા પર તેમને જે વર્તનનો સામનો કરવો તેનાથી ચાહકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. આ ફેન ગૃપના 3 સભ્યો ફાઈનલ મેચ જોવા જ્યારે સ્ટેડિયમમાં પહોંચ્યા તો ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને સ્ટેડિયમમાં ઘુસવા દીધા નહી. જે બાદ તેમણે સમગ્ર ઘટનના જણાવકો વીડિયો પોસ્ટ કર્યો.
Advertisement

Tags :
Advertisement

.