'ભારતીય રાજદ્વારીઓ ક્યાં-કોની સાથે શું વાતચીત કરે છે ? શંકાશીલ ટ્રુડોએ ભારતીય અધિકારીઓનું કરાવ્યુ હતું કોલ રેકોર્ડિંગ
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. વિવાદ કેનેડાના પીએમ જસ્ટિન...
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. વિવાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના એ નિવેદન સાથે શરૂ થયો, જેમાં તેમણે ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં ગુરુવારે ફરીએકવાર તેમણે એ જ પાયાવિહોણા આરોપોનો પુનરોચ્ચાર કર્યો..
તેઓએ કોલ પર ક્યારે-કોની સાથે શું વાત કરી સાંભળવામાં આવી
દરમ્યાન એક મહત્વની વાત સામે આવી છે. જેમાં જાણવા મળ્યુ છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ સહિત ભારતીય અધિકારીઓને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતા, આ દરમિયાન તેઓએ કોલ પર ક્યારે-કોની સાથે શું વાત કરી સાંભળવામાં આવી હતી. કેનેડાની સરકારે એક મહિના સુધી આ રીતે ભારતીય રાજદ્વારીઓ કોલ પર જે કંઇ વાત કરે છે તે સાંભળી હતી. આ વાત સીબીસી ન્યૂઝે ગુરુવારે એક અહેવાલમાં જણાવી હતી..
ગુપ્તચર સલાહકાર બે વખત ભારતની મુલાકાતે આવ્યા હતા
રિપોર્ટ અનુસાર, 'ફાઇવ આઇઝ' ગઠબંધનમાં અન્ય દેશો સાથે કેટલીક ગુપ્ત માહિતી શેયર કરવામાં આવી હતી. કેનેડા ઉપરાંત, તે જૂથમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર જોડી થોમસે ઓગસ્ટમાં ચાર દિવસ અને સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે ભારતની મુલાકાત લીધી હતી., તેમની બીજી મુલાકાત જે G20 નેતાઓની સમિટ માટે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોની નવી દિલ્હી યાત્રા સાથે થઇ .
ટ્રુડોએ ફરી એકવાર પોતાની વાતનો પુનરોચ્ચાર કર્યો
નોંધનીય છે કે ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રુડોએ સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં કરેલા પોતાના દાવાને પુનરોચ્ચાર કર્યો હતો.
Advertisement