ભારતીય ક્રિકેટર અક્ષર પટેલનો આજે જન્મદિવસ, ફિયાન્સીએ કર્યું અનોખા અંદાજમાં Birthday Wish,જુઓ ફોટોઝ
આજે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલ આજે પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહ્યો છે. હાલમાં અક્ષર ટીમ ઇન્ડિયાનો સૌથી વિશ્વાસપાત્ર ક્રિકેટર બની ગયો છે, અને ટીમ ઇન્ડિયામાં વનડે, ટી20 અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં કમાલ કરી રહ્યો છે. ખાસ વાત છે કે ગયા વર્ષે તેને પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલને પોતાના જન્મદિવસના દિવસે જ રોમાન્ટિક અંદાજમાં પ્રપૉઝ કર્યુ હતુ. જોકે હવે àª
Advertisement
આજે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલ આજે પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહ્યો છે. હાલમાં અક્ષર ટીમ ઇન્ડિયાનો સૌથી વિશ્વાસપાત્ર ક્રિકેટર બની ગયો છે, અને ટીમ ઇન્ડિયામાં વનડે, ટી20 અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં કમાલ કરી રહ્યો છે. ખાસ વાત છે કે ગયા વર્ષે તેને પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલને પોતાના જન્મદિવસના દિવસે જ રોમાન્ટિક અંદાજમાં પ્રપૉઝ કર્યુ હતુ. જોકે હવે આ યંગ કપલ બહુ જલદી લગ્ન કરવાનું છે. જાણો અક્ષર પટેલના જીવન વિશે
અક્ષર પટેલ ગુજરાતી ક્રિકેટર છે, અને તેનો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો છે, તેનો જન્મ આજના દિવસે એટલે કે 20 જાન્યુઆરી, 1994ના દિવસે થયો હતો, આજે તે 29 વર્ષનો થઇ ચૂક્યો છે. અક્ષર પટેલના પિતાનુ નામ રાજેશ પટેલ અને માતાનુ નામ પ્રીતિ બેન પટેલ છે.
ભારતીય ટીમમાં અક્ષર પટેલને ડાબોડી સ્ટાર ઓલરાઉન્ડર માનવામાં આવે છે કેમકે કે તે જીત માટે હાર્ડ અને પાવર હીટિંગ સાથે બેટિંગ કરી શકે છે, અને સ્પીન બૉલિંગથી કોઇપણ બેટ્સમેનને પેવેલિયન મોકલી શકવાની તાકાત રાખે છે. ગુજરાતના નડિયાદમાં અક્ષર પટેલે ક્રિકેટ રમી અને બાદમાં નેશનલ ટીમમાં સિલેક્શન થયુ હતુ, ખાસ કરીને ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ અક્ષર પટેલે બાપૂ કહીને બોલાવે છે, આ નામ તેને ધોનીએ આપ્યુ હતુ.
એન્જિનીયરિંગ છોડીને બન્યો ક્રિકેટર
અક્ષર પટેલને બાળપણથી જ ક્રિકેટમાં ખુબ રસ હતો, અને તે આ રમતને પોતાની કેરિયર બનાવવા માંગતો હતો, તેને એન્જિનીયરિંગનો અભ્યાસ આ ક્રિકેટ માટે અધવચ્ચેથી જ છોડી દીધો હતો, જેથી તે પોતાની ક્રિકેટને ન્યાય આપી શકે, તેને બાદમાં પોતાનુ તમામ ફોકસ ક્રિકેટ પર લગાવ્યુ અને આજે તે ટીમ ઇન્ડિયાનો ઘાતક ઓલરાઉન્ડર બની ગયો.
અક્ષર પટેલ પણ આ દરમિયાન લગ્ન કરવાનો છે
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ મહિનામાં રમાનારી ઘરેલુ વનડે અને ટી20 સીરીઝ પહેલા કેએલ રાહુલ (KL Rahul)ની સાથે સાથે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Axar Patel) પણ બીસીસીઆઇ (BCCI) પાસેથી છુટ્ટી લીધી છે. જેમ કે કેએલ રાહુલ આ દરમિયાન લગ્ન કરશે. એવી જ રીતે અક્ષર પટેલ પણ આ દરમિયાન લગ્ન કરવાનો છે.
અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરશે, રિપોર્ટ્સ છે કે, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અક્ષર પટેલ વિવાહ કરશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સીરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે બીસીસીઆઇ તરફથી બતાવવામાં આવ્યુ હતુ કે કેએલ રાહુલ અને અક્ષર પટેલ ફેમિલી કમિટમેન્ટ્સના કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નહીં રહે.
લાંબા સમયથી એકબીજાને કરી રહ્યાં છે ડેટ
અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, ગયા વર્ષ 20 જાન્યુઆરી, 2022 એ બન્નેની સગાઇ થઇ હતી, હવે બન્ને લગ્ન માટે બિલુકલ તૈયાર છે. જોકે, હજુ સુધી બન્નેના લગ્નની તારીખ કન્ફૉર્મ નથી થઇ. એવુ કહેવાઇ રહ્યુ છે કે જે સમયે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરદ્ધ ઘરેલુ સીરીઝ રમશે તે દરમિયાન અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરી શકે છે.
જાણો કોણ છે મેહા પટેલ
મળતી માહિતી અનુસાર મેહા પટેલ એક આહાર અને પોષણ નિષ્ણાંત (dietician and nutritionist) છે. મેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય તે અક્ષર પટેલ સાથેની તસવીરો પણ શેર કરતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 21 હજારથી વધુ ફોલોઅર છે. ઉલ્લેખનીય છે કે ગર્લફ્રેન્ડ મેહા પટેલના હાથ પર અક્ષર પટેલના નામનું એક ટેટૂ પણ છે. અક્ષર પટેલે મેહાને પોતાના 28માં જન્મદિવસ દરમિયાન પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાને વીંટી પહેરાવી અને સગાઈ કરી હતી.
આપણ વાંચો- Hockey World Cup 2023માં ભારતની બીજી જીત, વેલ્સની ટીમને હરાવી ગ્રુપ Dમાં બીજા સ્થાને રહી ભારતીય ટીમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.