ગમે તે સંજોગોમાં ખારકીવ છોડી દો, વાહન ન મળે તો ચાલવાનું શરુ કરી દો
રશિયાના હુમલાના કારણે યુક્રેનની સ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. ત્યારે ગઇ કાલે ભારતીય દૂતાવાસે યુક્રેન ખાલી કરવાની એડવાઇઝરી બહાર પાડી હતી. જેના બીજા દિવસ એટલે કે આજે ભારતીય દૂતાવાસ નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ખારકીવમાં વસતા તમામ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ખારકીવ છોડ દેવા માટેનો નિર્દેશ કર્યો છે. મહત્વની વાત એ છે કે માત્રે એક કલાકની અંદર ભારતીય દૂતાવાસ દ
રશિયાના હુમલાના કારણે યુક્રેનની સ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. ત્યારે ગઇ કાલે ભારતીય દૂતાવાસે યુક્રેન ખાલી કરવાની એડવાઇઝરી બહાર પાડી હતી. જેના બીજા દિવસ એટલે કે આજે ભારતીય દૂતાવાસ નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ખારકીવમાં વસતા તમામ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ખારકીવ છોડ દેવા માટેનો નિર્દેશ કર્યો છે. મહત્વની વાત એ છે કે માત્રે એક કલાકની અંદર ભારતીય દૂતાવાસ દ્વારા આ પ્રકારની બીજી અડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેના પરથી ખારકીવમાં સતત બગડી રહેલી સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે.
Advertisement
કોઇ પણ સંજોગોમાં ખારકીવ છોડી દો
ભારતીય એમ્બેસી દ્વારા એક કલાકની અંદર જાહેર કરાયેલી આજેની બીજી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખારકીવમાં ફસાયેલા તમામ ભારપતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો તાત્કાલિક ધોરણે શહેર છોડી દે. તાત્કાલિક એટલે કે કોઇ પણ સંજોગોમાં ખારકીવ છોડો. તમામ લોકો પોતાની સુરક્ષા અને સલામતી માટે વહેલી તકે પિસોશીન, બેજ્લ્યુદોવકા અને બાબાયે તરફ રવાના થઇ જાય. એવા વિદ્યાર્થીઓ કે જેમને બસ કે અન્ય વાહન ના મળે તેઓ તુરત જ પગપાલા ચાલવાનું શરુ કરે.
આ સાથે જ એડવાઇઝરીમાં ખારકીવથી પિસોશીન, બેજ્લ્યુદોવકા અને બાબાયેનું અંતર પણ આપવામાં આવ્યું છે. જેમાં પિસોશીન 11 કિમી, બેજ્લ્યુદોવકા 12 કિમી અને બાબાયે 16 કિમી દૂર હોવાનું જણાવ્યું છે. ઉપરાંત યુક્રેનિયન સમય અનુસાર રાત્રે છ વાગ્યા સુધીમાં આ સ્થળ સુધી પહોંચવાની તાકીદ કરવામાં આવી છે.
આ પહેલાની એડવાઇઝરી
આજે આ પહેલા પણ ભારતીય દૂતાવાસ દ્વારા આ પ્રકારની એડવાઝરી જાહેર કરી હતી. તેમાં પણ તમામ ભારતીયોને તાત્કાલિક ખારકીવ છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમાં પણ શક્ય તેટલી વહેલી તકે પિસોશીન, બેજ્લ્યુદોવકા અને બાબાયે તરફ આગળ વધવાનું કહ્યું છે. ત્યારે એક કલાકમાં જ આ પ્રકારની બીજી એડવાઇઝરી જાહેર થતા તેની ગંભીરતા સમજી શકાય છે.