Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Yoga Day: ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ ત્સો ખાતે યોગ કર્યા, જુઓ Video

9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ બુધવારે લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગ કર્યા હતા.  આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ પણ દિલ્હી છાવણીમાં યોગ કર્યા હતા. લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગાસન કર્યા બુધવારે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી...
world yoga day  ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ ત્સો ખાતે યોગ કર્યા  જુઓ video
9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ બુધવારે લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગ કર્યા હતા.  આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ પણ દિલ્હી છાવણીમાં યોગ કર્યા હતા.
લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગાસન કર્યા
બુધવારે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી જેમાં ભારતીય સેનાના જવાનો પણ બાકાત ન હતા. ભારતીય સેનાના જવાનોએ અતિ દુર્લભ ગણાતા લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગાસન કર્યા હતા. ભારતીય સેનાનો તેનો વીડિયો પણ જારી કર્યો હતો જેમાં જવાનોને યોગ કરતાં જોઇ શકાય છે. ભારતીય જવાનોને 13862 ફીટ ઉંચાઇ પર લદ્દાખના ગોંગ ત્સો તળાવ ખાતે યોગાસન કર્યા હતા.

Advertisement

ચીન બોર્ડર પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ પણ યોગ કર્યા
ભારતીય સેનાના જવાનોએ રેગીસ્તાનની ધરતી રાજસ્થાનમાં પણ યોગાસન કર્યા હતા. ઉપરાંત સિક્કીમમાં બરફથી લદાયેલી ચીન બોર્ડર પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ પણ યોગ કર્યા હતા. જવાનોએ સિક્કીમમાં પણ યોગ કર્યા હતા.
રાજનાથ સિંહે કોચ્ચીમાં INS Vikrant પર યોગાસન કર્યા
ઉલ્લેખનિય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કોચ્ચીમાં INS Vikrant પર યોગાસન કર્યા હતા. તેમની સાથે નેવી ચીફ એડમિરલ આર.હરિ કુમાર પણ જોડાયા હતા.
Tags :
Advertisement

.