Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે એશિયાઈ સાયકલિંગમાં 17 વર્ષ બાદ જીત્યો મેડલ

એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 17 વર્ષ બાદ સિનિયર કેટેગરીમાં તેનો પહેલો મેડલ જીત્યો છે. આઈજી સ્ટેડિયમ વેલોડ્રોમ ખાતે શનિવારથી શરૂ થયેલી ચેમ્પિયનશિપના પ્રથમ દિવસથી જ ભારતે પ્રભુત્વ જમાવ્યું. ભારતે જુનિયર અને સિનિયર કેટેગરીમાં એક સિલ્વર અને છ બ્રોન્ઝ જીત્યા હતા. કોરિયાએ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. એશિયન સાયકલિંગની સિનિયર કેટેગરીમાં ભારતીય મહિલાઓએ છેલ્લે 2005માં મેડલ જીà
ભારતે એશિયાઈ સાયકલિંગમાં 17 વર્ષ બાદ જીત્યો મેડલ

એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 17 વર્ષ બાદ સિનિયર કેટેગરીમાં તેનો પહેલો મેડલ જીત્યો છે. આઈજી સ્ટેડિયમ વેલોડ્રોમ ખાતે શનિવારથી શરૂ થયેલી ચેમ્પિયનશિપના પ્રથમ દિવસથી જ ભારતે પ્રભુત્વ જમાવ્યું. ભારતે જુનિયર અને સિનિયર કેટેગરીમાં એક સિલ્વર અને છ બ્રોન્ઝ જીત્યા હતા. કોરિયાએ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા.

Advertisement

એશિયન સાયકલિંગની સિનિયર કેટેગરીમાં ભારતીય મહિલાઓએ છેલ્લે 2005માં મેડલ જીત્યો હતો. શનિવારે ચાર કિલોમીટરની રેસમાં મીનાક્ષી, મોનિકા જાટ, રાજીએ દેવી, છયાનિકા ગોગોઈએ 4મિનિટ 44.69સેકન્ડમાં  ઉઝબેકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિનિયર કેટેગરીમાં 17 વર્ષ બાદ મેડલ જીત્યો છે. કોરિયાએ ગોલ્ડ અને કઝાકિસ્તાને સિલ્વર જીત્યો હતો.
મહિલા ટીમ સ્પ્રિન્ટમાં ત્રિશા પોલ, શશિકલા અગાશે અને મયુરી લુટેની ટીમે 50.43 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો હતો. ટીમ મેમ્બર મયુરીએ મેડલ જીત્યા બાદ કહ્યું કે તે લાંબા સમયથી બહાર ટ્રેનિંગ કરી રહી હતી અને ટીમના બાકીના સભ્યો અહીં હતા, પરંતુ તેના સારા ફોર્મનું ફળ મળ્યું. 
આ પહેલા જુનિયર કેટેગરીમાં પૂજા, હિમાંશી, રીત કપૂર અને જસ્મીકની જોડીએ 4 કિમીની ટીમ પર્સ્યુટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. જેમાં કોરિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. છોકરાઓમાં નીરજ, બિરજીત, આશીર્વાદ, ગુરનૂર એ આજ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની જ્યોતિ ગડેરિયાએ પેરા સાઇકલિંગની C-1 C-5 500m ટાઇમ ટ્રાયલમાં 58.28 સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો.
Tags :
Advertisement

.