Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહાલીમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર, 208 રન બનાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા સામે મેચ ગુમાવી

T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે, ભારતે(india )આજે મોહાલી (mohali) થી તેમના પોતાના ઘરે ઓસ્ટ્રેલિયા (Australia ) સામે ત્રણ મેચની T20 શ્રેણીની શરૂઆત કરી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આક્રમક શરૂઆત કરી હતી અને આખરે આ મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ખરાબ બોલિંગ કરીને ચાહકોને નિરાશ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 3 મેચની શ્રેણી 4 વિકેટે જીતી લીધી છે. ભારતના બોલિંગ મોંઘી સાબિત થઈભુà
મોહાલીમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર  208 રન બનાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા સામે મેચ ગુમાવી

T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે, ભારતે(india )આજે મોહાલી (mohali) થી તેમના પોતાના ઘરે ઓસ્ટ્રેલિયા (Australia ) સામે ત્રણ મેચની T20 શ્રેણીની શરૂઆત કરી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આક્રમક શરૂઆત કરી હતી અને આખરે આ મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ખરાબ બોલિંગ કરીને ચાહકોને નિરાશ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 3 મેચની શ્રેણી 4 વિકેટે જીતી લીધી છે. 

Advertisement



ભારતના બોલિંગ મોંઘી સાબિત થઈ

ભુવનેશ્વર કુમાર સહિત લગભગ બધાએ ભારત માટે ખરાબ બોલિંગ કરી અને મોંઘી સાબિત થઈ. અક્ષર પટેલ એકમાત્ર એવો બોલર હતો જેણે થોડી લડત આપી હતી. જો આપણે પહેલા વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિક પંડ્યાએ અંતમાં તોફાની ઇનિંગ્સ રમી હતી, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે ભારત તરફથી મોટી ઇનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ પણ પોતાનું આક્રમક ફોર્મ બતાવ્યું અને અડધી સદીની ઇનિંગ રમીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું.

Advertisement



Advertisement

પ્રથમ બેટિંગ ભારત 208 રન બનાવ્યા હતા

પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 208 રન બનાવ્યા હતા જે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધા હતા. આજની મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યા ન હતા, બંને જલ્દી આઉટ થઈ ગયા હતા. કેએલ રાહુલ અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. 


જસપ્રીત બુમરાહ અને રિષભ પંતને આજે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ પ્રથમ T20 મેચમાં દિનેશ કાર્તિક અને અક્ષર પટેલને તક આપવામાં આવી હતી. 




ભારત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (સી), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (ડબ્લ્યુ), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ


ઓસ્ટ્રેલિયા  પ્લેઇંગ ઇલેવન

 એરોન ફિન્ચ (સી), કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (ડબલ્યુ), પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ



Tags :
Advertisement

.