Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 બાદ વન-ડે સિરિઝ રમશે ભારત અને ન્યૂઝિલેન્ડ, જાણો ક્યારે છે મેચ, ટીમમાં થયાં છે આ ફેરફાર

ન્યૂઝિલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ ત્રણ મેચોની ટી20 સિરિઝ પોતાના નામે કરી લીધા બાદ હવે બંને ટીમે વચ્ચે વન-ડે સિરિઝ રમાવાની છે. બંને ટીમો વચ્ચે 25મી નવેમ્બરથી ત્રણ મેચોની વન-ડે સિરિ ઝ શરૂ થઈ રહી છે. આ સિરિઝમાં ભારતીય ટીમની આગેવાની શિખર ધવન કરવાના છે.શેડ્યૂલબંને ટીમો વચ્ચે આ મુકાબલો 25 નવેમ્બરે ઓકલેન્ડમાં રમાશે. બીજી વન-ડે 27 નવેમ્બરે હેમિલ્ટન અને ત્રીજી વન-ડે 30 નવેમ્બરે ક્રાઈસ્ટચરà
t20 બાદ  વન ડે સિરિઝ રમશે ભારત અને ન્યૂઝિલેન્ડ  જાણો ક્યારે છે મેચ  ટીમમાં થયાં છે આ ફેરફાર
ન્યૂઝિલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ ત્રણ મેચોની ટી20 સિરિઝ પોતાના નામે કરી લીધા બાદ હવે બંને ટીમે વચ્ચે વન-ડે સિરિઝ રમાવાની છે. બંને ટીમો વચ્ચે 25મી નવેમ્બરથી ત્રણ મેચોની વન-ડે સિરિ ઝ શરૂ થઈ રહી છે. આ સિરિઝમાં ભારતીય ટીમની આગેવાની શિખર ધવન કરવાના છે.
શેડ્યૂલ
બંને ટીમો વચ્ચે આ મુકાબલો 25 નવેમ્બરે ઓકલેન્ડમાં રમાશે. બીજી વન-ડે 27 નવેમ્બરે હેમિલ્ટન અને ત્રીજી વન-ડે 30 નવેમ્બરે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ ત્રણેય મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 7 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમમાં આ ફેરફાર
ટી20 સિરિઝની આગેવાની હાર્દિક પંડ્યાના હાથમાં હતી તો વન-ડે સિરિઝમાં શિખર ધવન કપ્તાન છે. તે સાથે જ ટીમમાં વધુ ચાર ફેરફાર થયા છે. ભારતીય ટીમની ટી20 સ્કોર્ડમાં સામેલ થયેલા ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાઝના સ્થાને શાર્દૂલ ઠાકુર, કુલદીપ સેન, શહબાઝ અહમદ અને દીપક ચાહરનો સમાવેશ થયો છે.
ભારતીય ટીમ
શિખર ધવન (કપ્તાન), ઋષભ પંત (ઉપકપ્તાન, વિકેટકિપર), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, અમરાન મલિક
ન્યૂઝિલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કપ્તાન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોન્વે, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટોમ લૈથમ, ડેરિસ મિચેલ, એડમ મિલ્ને, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.