ચટગાંવ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમે કર્યો આટલો સ્કોર, પુજારા અને અય્યરે સ્થિરતા અપાવી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારે ચટગાંવમાં પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ભારતીય ટીમે અહીં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી, ઓપનર્સ ખેલાડીઓ ફેઈલ રહ્યાં હતા પણ ચેતેશ્વર પુજારાએ 90 અને શ્રેયસ અય્યરે અણનમ 82 રનની શાનદાર ઈનિંગ રમતા ભારતે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટના પહેલા દિવસ બુધવારે ખરાબ શરૂઆતથી ઉગરી 6 વિકેટના નુકસાન પર 278 રન બનાવ્યા છે.પુજારા અનà«
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારે ચટગાંવમાં પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ભારતીય ટીમે અહીં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી, ઓપનર્સ ખેલાડીઓ ફેઈલ રહ્યાં હતા પણ ચેતેશ્વર પુજારાએ 90 અને શ્રેયસ અય્યરે અણનમ 82 રનની શાનદાર ઈનિંગ રમતા ભારતે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટના પહેલા દિવસ બુધવારે ખરાબ શરૂઆતથી ઉગરી 6 વિકેટના નુકસાન પર 278 રન બનાવ્યા છે.
પુજારા અને અય્યરની ભાગીદારી
ભારતની ચોથી વિકેટ 112ના સ્કોર પર પડી હતી પણ તે બાદ પુજારા અને અય્યરે પાંચમી વિકેટ માટે 149 રનોની ભાગીદારી નોંધાવી હતી. ભારતે દિવસની છેલ્લી ઓવરોમાં પુજારા અને અક્ષર પટેલની વિકેટ ગુમાવી અને ભારતનો સ્કોર 6 વિકેટ પર 278 રન થઈ ગયો. અક્ષરની વિકેટ સાથે ચટગાંવ ટેસ્ટના પહેલા દિવસ પૂર્ણ થયો. આજનો દિવસ સંપૂર્ણપણે ભારતના નામે રહ્યો.
શ્રેયસ 82 પર અણનમ
પુજારા 90 રનના સ્કોરે પહોંચ્યા બાદ બોલ્ડ થયાં અને અક્ષર છેલ્લા બોલ પર LBW થયાં. વચ્ચે શ્રેયસ બોલ્ડ થવા પર બેલ્ડ થયો. 82 રન બનાવી શ્રેયસ અણનમ છે અને તે આવતીકાલે તે પોતાની સદી પુર્ણ કરીને લંચ બ્રેક સુધી રમે તેવું ભારતીય ક્રિકેટ રસીકો ઈચ્છી રહ્યાં છે.
બાંગ્લાદેશના તૈજુલ ઈસ્લામને મળી 3 વિકેટ
બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામ સૌથી સફળ બોલર રહ્યાં. તેણે ત્રણ મોટા બેટ્સમેનોની વિકેટ ઝડપી બાંગ્લાદેશને મેચમાં પાછળ હટવા દીધાં નહી. મહેંદી હસન મિરાઝને પણ બે સફળતા મળી. ભારત તરફથી કપ્તાન કે.એલ.રાહુલે 22, શુભમન ગિલે 20 અને વિરાટ કોહલીએ એક રન બનાવ્યા. જ્યારે ઋષભ પંત 46 રન બનાવીને આઉટ થયાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement