આવકવેરા વિભાગનો સતત બીજા દિવસે સપાટો, બિલ્ડર ગ્રુપમાં ફફડાટ
25 જગ્યાઓ પર દરોડાની કામગીરી
અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાણિતા બિલ્ડર ગ્રુપ શિવાલીક, શિલ્પ તથા શારદા ગ્રુપ ઉપર આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે બિલ્ડરોની ઓફિસ તથા રહેણાંક વિસ્તારો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. વહેલી સવારથી કુલ 25 જગ્યાઓ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગના 100 કર્મચારીઓ સર્ચ ઓપરેશનની કામગીરીમાં લાગેલા છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓથી આવકવેરા વિભાગે એક પછી એક બિલ્ડર ગ્રુપ તથા બિલ્ડરો સાથે સંકળાયેલા બ્રોકરોના ત્યાં પણ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે.
આવકવેરા વિભાગનો સપાટો
ગુરુવારે અમદાવાદમાં આવેલા બિલ્ડર ગૃપ પર આવકવેરા વિભાગે દરોડા પડ્યા હતા. જેમાં શિલ્પ, શિવાલીક, શારદા ગૃપનો સમાવેશ થઈ છે. જેમાં, 50 જેટલા આવકવેરા વિભાગના ઓફિસર રેન્કના અધિકારીઓ સામેલ
અને 100 જેટલા આવકવેરા વિભાગના કર્મીઓ રેડમાં સામેલ હતા જ્યારે 70 જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં
રહ્યા હતા.
કરોડોની રોકડ મળી હોવાનું અનુમાન
રેઈડમાં કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી હોવાનું સામે આવી રહ્યું છે, અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં આવકવેરા વિભાગના કર્મીઓએ સર્ચ ઓપરેશન કર્યું. આ સર્ચ ઓપરેશનમાં બ્રોકરોના નામ સામે આવી રહ્યા. કિરણ ઇન્દ્રવદન, મનીષ બ્રહભટ્ટ,હાલ આ બંને બ્રોકરોના નામ સામે આવ્યા છે.
ગ્રાહક બનીને મેળવી માહિતી
સામન્ય રીતે આવકવેરા વિભાગની ટીમે આ તમામ બિલ્ડરોના ત્યાં ગ્રાહક બનીને પહેલા સર્વે કરવામાં આવ્યો હતો અને બાદમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર પણ કરવાં આવ્યા હતા. જેના બાદ આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી કરીને આગામી સમયમાં જ્યારે કેસ કોર્ટ સુધી પહોંચે ત્યારે ગુનેગારોને છૂટવા માટેનો કોઈ અવકાશ રહે નહીં.