ભરૂચમાં વ્યસન મુક્તિની વિરાટ રેલી યોજાઈ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેમજ વર્લ્ડનો ટોબેકો ડે નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ જાગૃતિ અંગે રેલીના આયોજન કરાય છે. ત્યારે ભરૂચમાં પણ શહેરના જાહેર માર્ગો ઉપરથી ભવ્ય વ્યસનમુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભરૂચ જિલ્લા કલેકટર ડો. તુષાર સુમેરએ કરાવ્યું હતું.વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્
Advertisement
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેમજ વર્લ્ડનો ટોબેકો ડે નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ જાગૃતિ અંગે રેલીના આયોજન કરાય છે. ત્યારે ભરૂચમાં પણ શહેરના જાહેર માર્ગો ઉપરથી ભવ્ય વ્યસનમુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભરૂચ જિલ્લા કલેકટર ડો. તુષાર સુમેરએ કરાવ્યું હતું.
વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેમજ વર્લ્ડનો ટોબેકો ડે નિમિત્તે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તેમજ બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા આયોજિત વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અંતર્ગત સંસ્થાના ૩૦ હજારથી વધુ બાળ અને બાલિકાઓ દ્વારા ૩૦ લાખથી વધુ લોકોનો સંપર્ક કરી તેમનું જીવન વ્યસનમુક્ત તેમજ આદર્શ બનાવવાનો ભગીરથ પુરુષાર્થ થયો છે.
આ અભિયાનની પૂર્ણાહૂતિ નિમિત્તે ભરૂચ શહેરના જાહેર માર્ગોપર વ્યસનમુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પણ વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ લાવવાના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેનું પ્રસ્થાન ભરૂચ જિલ્લા કલેકટર ડોક્ટર તુષાર સુમેરએ કરાવ્યો હતું.
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થયેલી વ્યસનમુક્તિ રેલી પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહીત બીએપીએસ સ્વામિનારાયણના સંતો મહંતો તથા હરિભક્તો પણ જોડાયા હતા વ્યસન મુક્તિ અંગે નીકળેલી રેલી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને વ્યસન કારોને વ્યસન મુક્ત થવા માટેના પ્રયાસો કરાયા હતા.