હગ કરો અને ટેન્શન, ડર તથા બ્લડ પ્રેશરને દૂર ભગાવો, જાણી લો હગના પ્રકાર!
આમ તો, પ્રેમ કે લાગણીઓ વ્યક્ત કરવા માટેના કોઇ ખાસ દિવસો નથી
હોતા. માણસ ગમે ત્યારે પોતાની મનગમતી વ્યક્તિ પાસે પ્રેમનો એકરાર કરી શકે છે અને
પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. આમ છતા યુવાનો આખું વર્ષ ફેબ્રુઆરીના મહિનામાં
આવતા વેલેન્ટાઇન વીકની રાહ જુએ છે. આપણે બધા જાણીએ છીએ તેમ 7 ફેબ્રુઆરીથી 14
ફેબ્રુઆરી સુધી વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે.
લાગણીઓ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત
વેલેન્ટાઇન વીકમાં 12 ફેબ્રુઆરીના દિવસને ‘હગ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આજે ‘હગ ડે’ છે. આજે પ્રેમી પંખીડાઓ એકબીજાને ભેટીને
પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. હગ કરવું એટલે કે ભેટવું, જાદુ
કી ઝપ્પી આપવી. હગ કરવું એ પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સુંદર અને અસરદાર રીતોમાંથી
એક છે. સામે વાળી વ્યક્તિને પોતાની લાગણીનો હુંફાળો અનુભવ કરવવા માટેની આ શ્રેષ્ઠ
રીત છે. માત્ર તમારા પ્રેમી જ નહીં પરંતુ અજાણી વ્યક્તિને પણ ભેટીને તમે નવા
સંબંધોની શરુઆત કરી શકો છો. દુઃખ,સુખ, સફળતા, નિષ્ફળતા વગેરે
તમામ પ્રકારની લાગણીઓ વ્યક્ત કરવા માટે આપણે ભેટીએ છીએ. ત્યારે આજે એકમેકને ભેટીને
લાગણીઓ વ્યક્ત કરવાનો જ દિવસ છે.
સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
નિષ્ણાંતોના મત પ્રમાણે જો તમે કોઇ ચિંતામા છો અને તમે તમારા
પાર્ટનર કે પછી નજીકની કોઇ વ્યક્તિને હગ કરો છો તમને ઘણી રાહત મળે છે. તમારી
ચિંતામાં ઘટાડો થાય છે અને આસપાસ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. ઉપરાંત તમારું
બ્લડ પ્રેશર પણ સામાન્ય થાય છે. આ વાત સંશોધનોમાં પણ સાબિત થયેલી છે. એટલે કે હગ
કરવું એ માત્ર રોમેન્ટિક પ્રક્રિયા નથી, તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થાય છે. આ
સિવાય જ્યારે તમને કોઇ વસ્તુનો ડર લાગતો હોય, ત્યારે કોઇને
હગ કરવાથી ડર પણ ઓછો થાય છે.
દુનિયાના કેટલાક દેશો તો એવા પણ છે કે, જ્યાં નેશનલ હગ ડેની ઉજવણી
કરવામાં આવે છે. તો એવા લોકો પણ છે કે જેઓ લોકોને હગ કરીને કમાણી પણ કરી રહ્યા છે.
જાણો હગ ના અલગ અલગ પ્રકારો
- લોન્ગ હોલ્ડ હગ
- સાઇડ આર્મ હગ
- બેક સાઇડ હગ
- ઇંબ્રેસિંગ હગ
- ટાઇગ હગ