Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ગૃહપ્રધાન Amit Shah એ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

દેશની આઝાદી પર્વના ભાગરૂપે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે થયું. મોટી સંખ્યામાં લોકો જોડાયા ઘાટલોડિયા AMC વોર્ડ ઓફિસ સામે,...
ahmedabad   ગૃહપ્રધાન amit shah એ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવી  મોટી સંખ્યામાં લોકો જોડાયા

દેશની આઝાદી પર્વના ભાગરૂપે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે થયું.

Advertisement

મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઘાટલોડિયા AMC વોર્ડ ઓફિસ સામે, ચાણક્યપુરી ખાતેથી આ તિરંગા યાત્રા ફ્લેગ ઓફ થયું. તિરંગાયાત્રાનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજીત થયેલી આ યાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાયા છે.

Triranga Yatra in Ahmedabad

Advertisement

મુખ્યમંત્રીનું સંબોધન

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત છે, કાશ્મીરમાં પેહલા તિરંગો લેહરવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. 370 કલમ કાશ્મીર હટાવશો તો લોહીની નદી વહેશે પણ એમને ક્યાં ખબર છે કે દેશના ગૃહ મંત્રી અમીત શાહ છે. આજે અમદાવાદ તિરંગા રંગે રંગાઈ ગયા. દેશ એકતા અખંડિતતા શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. 2047 સુધી આત્મ નિર્ભર રાષ્ટ્ર બનશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે કાશ્મીરમાં તિરંગો લહેરાવ્યો. કાશ્મીર માં લોહી વહ્યા વગર 370 નાબૂદ થઈ, આતંકવાદી પ્રવૃત્તિ ઓછી થઈ. આઝાદી અમૃત મહોત્સવ માં ધરે ઘરે તિરંગો ફરકાવ્યો. અમદાવાદે આઝાદી આંદોલનમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. તિરંગા અભિયાન અને મારી માટી મારો દેશ સફળ થશે.

Triranga Yatra in Ahmedabad

Advertisement

હર ઘર તિરંગા અભિયાન

ઉલ્લેખનીય છે કે, દેશમાં આ વખતે પણ હર ઘર તિરંગા અભિયાનનું વડાપ્રધાન મોદી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. દેશની આઝાદીની લડત લડનારા વીરોની શૌર્યગાથા લોકો સુધી પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ગાંધીનગરને મળશે કરોડોના વિકાસકાર્યોની ભેટ

Tags :
Advertisement

.