ઇસ્કોન ઇન્ડીયાના ઉપાધયક્ષ રાધારમણ દાસે ટ્વીટર પર લખ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યક માર્યા જાય છે પણ અફસોસ છે કે સંયુકત રાષ્ટ્ર ચુપ છે. તેમણે લખ્યું કે સંયુકત રાષ્ટ્ર હજારો અસહાય બાંગ્લાદેશી અને પાકિસ્તાની અલ્પસંખ્યકોની પીડા પ્રત્યે મૌન છે. તેમણે એમ પણ લખ્યું કે ધ કશ્મીર ફાઇલ્સ એ હિન્દુઓને જગાડયા છે, હવે ફરી સુઇ ના જતાં. ઇસ્કોન ઇન્ડીયાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે હà«
ઇસ્કોન ઇન્ડીયાના ઉપાધયક્ષ રાધારમણ દાસે ટ્વીટર પર લખ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યક માર્યા જાય છે પણ અફસોસ છે કે સંયુકત રાષ્ટ્ર ચુપ છે. તેમણે લખ્યું કે સંયુકત રાષ્ટ્ર હજારો અસહાય બાંગ્લાદેશી અને પાકિસ્તાની અલ્પસંખ્યકોની પીડા પ્રત્યે મૌન છે. તેમણે એમ પણ લખ્યું કે ધ કશ્મીર ફાઇલ્સ એ હિન્દુઓને જગાડયા છે, હવે ફરી સુઇ ના જતાં.
ઇસ્કોન ઇન્ડીયાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે હોળીની પૂર્વ સંધ્યા પર બાંગ્લાદેશના ઢાકામાં ઇસ્કોન મંદિરમાં કરાયેલી તોડફોડની ઘટનાને વખોડી કાઢી તેને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું છે. તેમણે ટ્વીટરપર લખ્યું હતું કે ડોલ યાત્રા અને હોળી સમારોહની પૂર્વ સંધ્યા પર આ ખુબજ દુર્ભાગ્યપુર્ણ ઘટના છે. તેમણે લખ્યું હતું કે તેમને આશ્ચર્ય છે, સંયુકત રાષ્ટ્ર હજારો અસહાય બાંગ્લાદેશી અને પાકિસ્તાની અલ્પસંખ્યકોની પિડા માટે મૂક છે. ઘણા બધા હિન્દુ અલ્પસંખ્યકોએ પોતાની જાન અને સંપત્તીથી હાથ ધોવા પડયા છે પણ અફસોસ છે કે સંયુકત રાષ્ટ્ર ચુપ છે. થોડા દિવસ પહેલાં જ સંયુકત રાષ્ટ્રએ ઇસ્લામોફોબિયા સામે 15 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય દિવસના રુપને ઘોષીત કર્યો છે પણ આશ્ચર્ય છે કે તે જ સંયુકત રાષ્ટ્ર હજારો અસહાય બાંગ્લાદેશી અને પાકીસ્તાની અલ્પસંખ્યકોની પીડા સામે મૌન છે. બીજી તરફ રાજયસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ ભારતીય વિદેશ મંત્રાલયને આ મુદ્દાને બાંગ્લાદેશ સામે મજબૂતીથી ઉઠાવવાની અપિલ કરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યક અને પૂજા સ્થળોની સામે વધેલી અસહિષ્ણુતા શરમજનક છે.