Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી હિંમતનગર "એ"ડિવિઝન પોલીસ સ્ટેશન

સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ઘરફોડ ચોરીના બનાવો વધવા માંડ્યા છે. ત્યારે હિંમતનગરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રૂપિયા ૫,૨૬,૫૧૭ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. આ અંગે પોલસી સુત્રોમાંથી મળતી...
જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી હિંમતનગર  એ ડિવિઝન પોલીસ સ્ટેશન
Advertisement

સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ઘરફોડ ચોરીના બનાવો વધવા માંડ્યા છે. ત્યારે હિંમતનગરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રૂપિયા ૫,૨૬,૫૧૭ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

આ અંગે પોલસી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર "એ"પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડાક દિવસ અગાઉ એક બંધ મકાનનુ તાળુ તોડી ઘરફોડ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા  પોલીસ સતર્ક બની હતી અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમ દ્વારા બાતમીદારો પાસેથી તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલના ઇન્ચાજર્ર પીએસઆઇ આર.કે. રાવત તથા પો. કો હરસિધ્ધસિંહની મદદથી સીસી ટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

જે દરમિયાન સીએનજી રીક્ષ નંબર જીજે.૨૭.ટી.ઇ.૪૭૦૫ની હિલચાલ શંકાસ્પદ જણાતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને સાહબાદ દિલાવરખાન બલોચ (ઉ.વ.૨૫, રહે.શાહ આલમ,અમ્મા મસ્જીદની સામે ગલીમાં, બસીર કિરાણા સ્ટોરની આગળ, અમદાવાદ)ને હાજીપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઇ ચોરી કરેલ સોનાની કડલી નંગ ૨, સોનાની બંગડી નંગ ૨, મંગળસુત્ર નંગ ૧ તથા રોકડ રૂપિયા ૧૨ હજાર મળી કુલ રૂપિયા ૫,૨૬,૫૧૭નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે પુછપરછ દરમિયાન ફિરોજ મુન્ના શેખ નામનો શખ્સ રાત્રી દરમિયાન સોસાયટી વિસ્તારમાં ફરી જે બંધ મકાન હોય તે મકાનનુ લોક તોડી ઘરફોડ ચોરી કરતો હોવાનુ જણાવ્યુ હતુ.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો -- SABARKANTHA : લોકસભા ચૂંટણી પહેલા જિલ્લાનું વહીવટી તંત્ર થયું સતર્ક 

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે, રૂ. 651 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

featured-img
રાજકોટ

Rajkot: મળવા ગયેલા પ્રેમીને પરણિત પ્રેમિકાના પિતા આપી મોતની સજા, વાંચો આ ચોંકાવનારી ઘટના

featured-img
Top News

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

featured-img
Top News

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી

featured-img
Top News

Rajkot: કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન બનતા સ્થાનિકોનો વિરોધ, ફરી અકસ્માતનો ભય

×

Live Tv

Trending News

.

×