Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

High Court : હુકમ લખીને તૈયાર રખાયેલો છે, માત્ર સહી કરવાની જ વાર છે..!

ઇનપુટ---કલ્પિન ત્રિવેદી, અમદાવાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફિક અને પાર્કિંગ અંગેની સમસ્યાને દૂર કરવા અને જમીની સ્તરની ઠોસ કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ તમામ પક્ષકારોને આખરી તક આપી છે. સાથે જ...
high court   હુકમ લખીને તૈયાર રખાયેલો છે  માત્ર સહી કરવાની જ વાર છે

ઇનપુટ---કલ્પિન ત્રિવેદી, અમદાવાદ

Advertisement

અમદાવાદ સહિત રાજ્યભરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફિક અને પાર્કિંગ અંગેની સમસ્યાને દૂર કરવા અને જમીની સ્તરની ઠોસ કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ તમામ પક્ષકારોને આખરી તક આપી છે. સાથે જ હાઈકોર્ટે આકરા શબ્દોમાં પોલીસ, મ્યુનિસિપલ કમિશનર તેમજ પ્રિન્સિપાલ સેક્રેટરીને કાર્યવાહી રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે.

હુકમ લખીને તૈયાર રખાયેલો છે, માત્ર સહી કરવાની જ વાર છે

Advertisement

ગુજરાત હાઈકોર્ટેમાં અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોર અને બિસ્માર રોડ અને પાર્કિંગ સમસ્યા મુદ્દે આજે સુનાવણીમાં તમામ પક્ષકારોને હાજર રહેવા આદેશ કરાયો હતો. જોકે આજે પોલીસ કમિશ્નર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હાજર રહેતા હાઇકોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા એક અઠવાડિયામાં વાસ્તવિક સ્થિતિમાં બદલાવ નહીં આવે તો જવાબદારો સામે ચાર્જ ફ્રેમ ની કાર્યવાહી કરી દેવા કહ્યું. એટલુ જ નહિ જો બદલાવ નહીં આવે તો કડક કાર્યવાહી કરવાનું પણ કહ્યું. હાલના તબક્કે જવાબદારો સામે હુકમ લખીને તૈયાર રખાયેલો છે માત્ર સહી કરવાની જ વાર છે તેમ કહેતા એક આખરી તક આપવામાં આવી હતી.

પોલીસ જીપ પાસે કેટલાક લોકો રાઉન્ડ મારે છે

Advertisement

ગુજરાત હાઇકોર્ટેમાં શુકવારે સુનાવણીની શરૂઆતમાં જ હાઇકોર્ટે જોઇન્ટ પોલીસ કમિશનરને કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વિભાગની છે. પરંતુ જે પ્રકારના બનાવો અને જે પ્રકારની ઘટનાઓ છેલ્લા દિવસોમાં સામે આવી છે એના પરથી તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં અલાર્મિંગ સિચ્યુએશન ઉભી થઈ છે. પોલીસ વિભાગના અધિકારીઓના ખભા ઉપર લાગેલા સ્ટાર એ પોલીસ માટે એ જવાબદારીનું ભાન કરાવવા માટે છે કે શહેરમાં શું સ્થિતિ છે.જ્યારે પોલીસની ગાડી ઉભી હોય અને એમની આસપાસ કુંડાળું કરીને લાકડી લઇને કેટલાક લોકો રાઉન્ડ મારતા હોય અને પોલીસ જોતી રહે એવું કેવી રીતે ચાલે. ? શું કરી રહી છે પોલીસ, બોર્ડર ઉપર સેનાના જવાનો જે રીતે બોર્ડરની સુરક્ષા કરે છે એ જ રીતે પોલીસ દેશની અંદર સુરક્ષા માટે જવાબદાર છે.

હજી એક અઠવાડિયાનો સમય આપીએ છીએ એનાથી વધુ સમય નહિ મળે

મ્યુનીસિપલ કમિશનરને પણ કોર્ટે તાકીદ કરી કે કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે એ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના રિપોર્ટમાં દ્દેખાઈ ગયું છે એટલે જ તમને બોલાવ્યા છે.અગાઉ પણ હાઇકોર્ટે જે નિર્દેશો આપ્યા છે એમનું પાલન થયું નથી, જે થવું જોઈતું હતું. ત્યારે એડવોકેટ જનરલે રખડતા ઢોર અને પોલીસી મામલે કોર્ટ સમક્ષ તથ્યો અને મુદ્દાઓ મૂક્યા ત્યારે કોર્ટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને કહ્યું છે કે એક અઠવાડિયાથી વધુનો સમય નહિ મળે. હાઇકોર્ટનો કોર્ટના તિરસ્કાર મામલે આદેશ તૈયાર છે પરંતુ હજી એક અઠવાડિયાનો સમય આપીએ છીએ એનાથી વધુ સમય નહિ મળે. પ્રિન્સિપાલ સેક્રેટરીને પણ એ જ બાબતે સુચના અપાઇ છે કે નિર્દેશોનુ પાલન થવું જોઈએ.એક અઠવાડિયામાં કામગીરી દેખાવી જોઈએ તો આ તરફ એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે કે પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાએ રોજીંદી મીટીંગ થશે અને કાયદાની મર્યાદામાં રહીને કરાતી કામગીરીનો રોજીંદો રિપોર્ટ તૈયાર કરાશે. વાસ્તવિક રીતે કાયદાની મર્યાદામાં જે પણ કડક પગલાં લેવાના થાય છે તે તમામ પગલાં લેવાશે તેવી એડવોકેટ જનરલ કોર્ટને ખાતરી આપી છે ત્યારે રાજ્ય સહીત અમદાવાદની તમામ સમસ્યાઓ મુદ્દે પ્રશાસન એક અઠવાડિયામાં શું બદલાવ લાવી શકે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો----RAJKOT : શરદ પૂનમે PM મોદી લિખિત ગરબા પર સર્જાશે 3 વિશ્વ રેકોર્ડ

Tags :
Advertisement

.