Iran President News: ઈરાનના રાષ્ટ્રપતિ Ebrahim Raisi ના હેલિકોપ્ટરને લેન્ડિંગ સમયે આવી મુશ્કેલી
Iran President Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટરને આજે લેન્ડિંગ સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હEતો. ત્યારે તાત્કાલિક ધોરણે બચાવકર્મીઓ સાથે સુરક્ષા અધિકારીઓ સાથે ટુકડીઓ નીકળી પડી છે. જોકે આ ઘટનામાં શું થયું અને કયા કારણોસર થયું અને હાલમાં શું પરિસ્થિતિ છે. તેને લઈ કોઈ મોટો ખુલાસો થયો નથી. ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનું "હાર્ડ લેન્ડિંગ" થયું હતું. રાજધાની તેહરાનથી 600 કિમી દૂર જોલ્ફા પાસે આ ઘટના બની હતી.
🚨 BREAKING 🚨
Des images du vol du Président #Raissi quelques heures avant le crash au nord de l’#Iran sont rapportées.
Les équipes de recherche tentent de retrouver l’hélicoptère qui se trouverait dans une zone autour de la mine de cuivre de #Sangun.
La visibilité… pic.twitter.com/N1a4GR6OUN
— BRICS News FR (@BRICSNewsFR) May 19, 2024
અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે Iranian Red Crescent Society ની ટુકડીઓ જ્યાં આ ઘટના બની હતી. ત્યાં સુધી પહોંચી શકવા માટે મુશ્કેલ બન્યું હતું. જોકે આ ઘટના અંગે ઈરાનના સ્થાનિક મીડિયા હાઉસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. જોકે આજરોજ Iran President Ebrahim Raisi એક ડેમનુ ઉદ્ઘાટન માટે President of Azerbaijan Ilham Aliyev સાથે Azerbaijan ગયા હતા. આ ડેમ Iran અને Azerbaijan વચ્ચેના સંબંધોને મજબૂત કરશે.
આ પણ વાંચો: Pakistan Journalist: પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ પર અવાજ ઉઠાવતા મહિલા પત્રકારને માર માર્યો
આ કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા. જેમાંથી 2 હેલિકોપ્ટરમાં મંત્રીઓ અને અધિકારીઓ હતા અને તેઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા. તો ઈરાનના રાષ્ટ્રપતિ સાથે હેલિકોપ્ટરમાં ઈમામ સૈયદ મોહમ્મદ-અલી અલ-હાશેમ અને વિદેશ પ્રધાન હોસૈન અમીરાબ્દુલ્લાહિયન સાથે રાષ્ટ્રપતિ પણ હતા.
આ પણ વાંચો: Pyramid Mystery: નાઇલની ખોવાયેલી શાખા પિરામિડની નજીક મળી આવી