Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CANADA સરહદ પર ગુજરાતી પરિવારે ઘૂસણખોરી કરવા જતાં જીવ ગુમાવ્યો

અમેરિકા જવા માટે ગુજરાતી કોઈપણ સાહસ કરવા તૈયાર છે. લાખો રૂપિયા એજન્ટને આપી ગેરકાયદે ઘૂસણખોરી (Illegal Trespass) કરવા આજે પણ ગુજરાતીઓ તૈયાર છે. મહેસાણાના એક ચૌધરી પરિવારના ચાર સભ્યોએ કેનેડાથી USA માં ઘૂસણખોરી કરતી વખતે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે...
canada સરહદ પર ગુજરાતી પરિવારે ઘૂસણખોરી કરવા જતાં જીવ ગુમાવ્યો
Advertisement
અમેરિકા જવા માટે ગુજરાતી કોઈપણ સાહસ કરવા તૈયાર છે. લાખો રૂપિયા એજન્ટને આપી ગેરકાયદે ઘૂસણખોરી (Illegal Trespass) કરવા આજે પણ ગુજરાતીઓ તૈયાર છે. મહેસાણાના એક ચૌધરી પરિવારના ચાર સભ્યોએ કેનેડાથી USA માં ઘૂસણખોરી કરતી વખતે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના ડીંગુચાના એક પટેલ પરિવાર (Dingucha Patel Family) ના મોતની ચકચારી અને હૃદયદ્રાવક ઘટના જાણ્યા બાદ પણ ગુજરાતીઓમાં ઘૂસણખોરી અમેરિકા જવાનો ક્રેઝ ઘટ્યો નથી અને આ તેનું ઉદાહરણ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા (Mahesana) ના વિજાપુર (Vijapur) તાલુકાના માણેકપુર ડાભલા ગામના એક ચૌધરી પરિવારે કેનેડા-અમેરિકાની સરહદ (Canada USA Border) પર મોતને ભેટ્યો છે. મૃતકોમાં પ્રવિણભાઈ વેલજીભાઈ ચૌધરી (ઉં.50), દક્ષાબહેન પ્રવિણભાઇ ચૌધરી (ઉં 45) પુત્ર મિત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)ના નામ સામે આવ્યા છે. ગત બુધવારની રાત્રીએ કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર (Quebec Ontario Border) નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદી (St. Lawrence River) માં બોટ પલટી હતી. જેમાં આઠ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આઠ વ્યક્તિઓમાં કેનેડિયન પોલીસે (Canadian Police) ચાર વ્યક્તિની ઓળખ કેનેડામાં રહેતા રોમાનિયન પરિવારની કરી હતી. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ભારતીય હોવાનું સામે આવ્યું હતું.
કેનેડા સરહદથી અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા એક ભારતીય અને એક રોમેનિયન પરિવારને અકસ્માત નડ્યો હતો. નદીમાં બોટ પલટી જવાથી ત્રણ વર્ષથી નાની ઉંમરના બાળકે પણ જીવ ખોયો છે અને તેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો. અન્ય શિશુ પણ કેનેડિયન નાગરિક હતું. સ્થાનિક પોલીસ વડાએ શુક્રવારે ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું.
ગત બુધવારે બનેલી ઘટના બાદ શરૂ થયેલી તપાસમાં અન્ય ગુમ વ્યક્તિની શોધ પછી મૃતદેહો મળી આવ્યા હતા. કેનેડાના વડાપ્રધાને (PM Canada) શોક વ્યક્ત કરતાં ઘટના પર પ્રતિક્રિયા આપતા જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું, “આ એક હૃદયદ્રાવક સ્થિતિ છે. આપણે બરાબર સમજવાની જરૂર છે કે શું થયું, તે કેવી રીતે થયું અને આ ફરી ક્યારેય થવાની શક્યતાઓને ઘટાડવા માટે આપણે જે કરી શકીએ તે કરવું જોઈએ.”
Advertisement

.

×