Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંક સાથે કરોડોની છેતરપિંડીના આરોપી ગુજરાતના ઉદ્યોગપતિની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ

ગુજરાતના એક ઉદ્યોગપતિની CBI દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ છેલ્લા 10 વર્ષથી એક છેતરપિંડીના કેસમાં તે વોન્ટેડ હતો. ત્યારે હવે સીબીઆઇ દ્વારા મુંબઇમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ એક બેંક સાથે કોરોડો રુપિયાની છેતરપિંડી કરી હતી. ઉપરાંત આ આરોપી ઉદ્યોગપતિ સામે રેડ કોર્નર નોટિસ નિકળી હતી.દસ વર્ષથી ફરાર હતોમુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આ આરોપીનું નામ સંàª
બેંક સાથે કરોડોની છેતરપિંડીના આરોપી ગુજરાતના ઉદ્યોગપતિની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ
ગુજરાતના એક ઉદ્યોગપતિની CBI દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ છેલ્લા 10 વર્ષથી એક છેતરપિંડીના કેસમાં તે વોન્ટેડ હતો. ત્યારે હવે સીબીઆઇ દ્વારા મુંબઇમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ એક બેંક સાથે કોરોડો રુપિયાની છેતરપિંડી કરી હતી. ઉપરાંત આ આરોપી ઉદ્યોગપતિ સામે રેડ કોર્નર નોટિસ નિકળી હતી.
દસ વર્ષથી ફરાર હતો
મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આ આરોપીનું નામ સંજય ગુપ્તા છે. જેણે કેનરા બેંક સાથે  20.68 કરોડની છેતરપંડી કરી હતી. જે કેસમાં તે વોન્ટેડ જાહેર થયો હતો. છેલ્લા દસ વર્ષથી તે નાસતો ફરતો હતો. તેવામાં રવિવારે જ્યારે તે નાઇરોબીથી પરત આવ્યો ત્યારે સીબીઆઇ દ્વારા મુંબઇ એર્પોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરની બેંક શાખા સાથે છેતરપિંડી
સંજય ગુપ્તા એક શિપિંગ કંપનીનો ડાયરેક્ટર છે. સીબીઆઇએ જણાવ્યું કે 27 જૂન, 2012ના દિવસે અમદાવાદમાં કેનરા બેંકમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં કુંલ આઠ વ્યક્તિઓના નામ હતા. સંજય ગુપ્તા પણ તેમાનો એક છે. તે સમયે કેનેરા બેંકની જામનગર શાખા સાથે રૂ. 20.68 કરોડની છેતરપિંડી કરવા બદલ ગુજરાત સ્થિત નોવા શિપિંગ અને તેના ડાયરેક્ટર્સ, પ્રોપરાઈટર, બેંક અધિકારીઓ સહિત અન્ય લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી.
અમદાવાદ કોર્ટમાં રજૂ કરાશે
આ કેસની તપાસ બાદ 24 ડિસેમ્બર, 2013 ના રોજ અમદાવાદના મિર્ઝાપુર ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટમાં આઠ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી એક એવો સંજય ગુપ્તા ઘણા લાંબા સમયથી ફરાર હતો. તેની સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) અને રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે તેની ધરપકડ થઇ છે એટલે ટૂંક સમયમાં અમદાવાદની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.