Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT WEATHER : હવે રાજ્યમાં 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા, આજથી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે

GUJARAT WEATHER : ગુજરાતમાં ( GUJARAT ) લોકો છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ હવે થોડાક દિવસમાં ગરમીનું ( GUJARAT ) પ્રમાણ ઘટે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. ગુજરાતમાં ( GUJARAT ) આજથી 6 દિવસ સુધી વાતાવરણ...
gujarat weather   હવે રાજ્યમાં 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા  આજથી  6 દિવસ વાતાવરણ સૂકું રહેશે

GUJARAT WEATHER : ગુજરાતમાં ( GUJARAT ) લોકો છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ હવે થોડાક દિવસમાં ગરમીનું ( GUJARAT ) પ્રમાણ ઘટે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. ગુજરાતમાં ( GUJARAT ) આજથી 6 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે ત્યારે બે દિવસ રાજ્યમાં 25-30 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ગરમીની વાત કરીએ તો રાજ્યમાં 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. મે મહિનામાં અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી નોંધાઈ હતી. ગરમી મે મહિનામાં એ હદે હતી કે,  શહેરમાં 31 માંથી 27 દિવસ સુધી 42થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Advertisement

GUJARAT માં કયા કેટલું રહેશે તાપમાન

અમદાવાદમાં 42.8 ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં 42.4 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન
ભાવનગરમાં 42.3 ડિગ્રી તાપમાન
અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન
રાજકોટમાં 40.6 ડિગ્રી તાપમાન
ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન
છોટા ઉદેપુરમાં 39.1 ડિગ્રી તાપમાન
વડોદરામાં 39 ડિગ્રી તાપમાન
દાહોદમાં 38.7 ડિગ્રી તાપમાન
ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન
સુરતમાં 35 ડિગ્રી તાપમાન

 લોકસભા ઇલેક્શનના પરિણામ દિવસે હવામાન ડ્રાય રહેશે

આગામી સમયમાં ટેમ્પરેચર વધવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. રૂટિન ટેમ્પરેચર જળવાઈ રહેશે સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ હાલ વધુ છે 40% થી 50% સુધી જે આવનારા દિવસોમાં ઓછું રહેશે પરિણામે લોકોને બફારા અને ઉકલાતટ થી પણ રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલમાં રાજ્યમાં વરસાદની કોઈ સ્થિતિ નથી, પરંતુ વંટોળ અને આંધી રહી શકે છે અને પવનની ગતિ 20 થી 30 કિમી રહેશે. તેવું અનુમાન કરવામાં આવ્યું છે અને કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આંધી વંટોળની સ્થિતિ પણ રહેશે તેવી આગાહી છે. મહત્વનું છે કે, ચોથી તારીખે લોકસભા ઇલેક્શનનું પરિણામ છે તે દિવસે હવામાન ડ્રાય રહેશે અને મહત્તમ તાપમાન પણ 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે ગરમીમાંથી થોડી આંશિક રાહત મળી છે.

Advertisement

આ પણ વાંચો : Bharuch : ફાયર અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા જ જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો!

Advertisement
Tags :
Advertisement

.