Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 24 કલાકમાં આવશે અનરાધાર વરસાદ
Gujarat: અબંલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે ઘણા વિસ્તારો એવા છે જ્યા લોકો હજી સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત (North Gujarat)ની વાત કરવામાં આવે તો અહીં હજી સારા એવા પ્રમાણમાં વરસાદ થયો નથી, જેથી રાહ જોઈને બેઠા કે, ચોમાસું પૂર્ણ થાય તે પહેલા સારો વરસાદ થાય અને પાણીના તળ ઉચ્ચા આવે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી ભારે વરસાદની આગાહી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અંબાલાલે કહ્યું કે, આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાનો છે. અત્યારે ગુજરાત (Gujarat)માં એક સિસ્ટમ સક્રિય થઈ છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 30 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે વડોદરા, દાહોદ, ડાંગ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદ થવાનો છે.
28 થી 30 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરાઈ
આ સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ 28 થી 30 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત (Gujarat) રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે વરસાદ આવ્યા વિના રહેતો નથી. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તો લોકોએ અંબાલાલ પટેલની આગાહીની રાહ જોઈને બેઠા હોય છે. ઉલ્લેખનીય છે કે, આગામી એક અઠવાડિયામાં ભારે વરસાદ થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.