IPL 2023: ગુજરાત ટાઇટન્સ અને CSK ટકરાશે હવે ફાયનલમાં...!
ગુજરાત ટાઇટન્સે IPL 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાતે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું. મુંબઈને જીતવા માટે 234 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ...
Advertisement
ગુજરાત ટાઇટન્સે IPL 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાતે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું. મુંબઈને જીતવા માટે 234 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
The 𝗙𝗜𝗡𝗔𝗟𝗜𝗦𝗧𝗦 of #TATAIPL 2023 🏆
It's going to be the Chennai Super Kings facing the Gujarat Titans in the summit clash 🙌
BRING. IT. ON 😍 pic.twitter.com/FYBhhsN808
— IndianPremierLeague (@IPL) May 26, 2023
ગુજરાતની શરૂઆત સારી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત સારી રહી હતી. વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે મળીને 6.2 ઓવરમાં 54 રનની તોફાની ભાગીદારી કરી હતી. સ્પિનર પીયૂષ ચાવલાએ સાહાને સ્ટમ્પ આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. સાહાએ ત્રણ ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ પડ્યા બાદ શુભમન ગિલ અને સાઈ સુદર્શને જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. આ દરમિયાન ગિલે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
IPL 2023માં શુભમન ગિલની ત્રીજી સદી
અડધી સદી પૂરી કર્યા બાદ ગિલે સિક્સરનો વરસાદ કર્યો હતો. ગિલે આકાશ મધવાલની એક ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. ત્યારબાદ 13મી ઓવરમાં તેણે પીયૂષ ચાવલાને બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. ગિલની તોફાની બેટિંગ ચાલુ રહી અને તેણે કેમેરોન ગ્રીનની બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી. ગિલે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં આઠ છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા. IPL 2023માં શુભમન ગિલની આ ત્રીજી સદી હતી. આ પહેલા ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
Advertisement