Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચંદીગઢમાં નાણાંમંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST કાઉન્સિલ)ની 47મી બેઠક ચંદીગઢમાં શરૂ થઈ છે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓ  હાજર રહ્યા છે. 1 જુલાઈ 2022ના રોજ GST લાગુ થયાને પાંચ વર્ષ પૂર્ણ થશે. પહેલા આ બેઠક શ્રીનગરમાં થવાની હતી પરંતુ બાદમાં તેને ચંદીગઢ ખસેડવામાં આવી હતી. Koo App 47th meeting of #GST Council underway in Chandigarh. Union Finance Minister Nirmala Sitharaman chairing periodical meeting that discusses rate changes and update new changes in GST law. View attached media content - All I
ચંદીગઢમાં નાણાંમંત્રીની અધ્યક્ષતામાં gst કાઉન્સિલની બેઠક
Advertisement
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST કાઉન્સિલ)ની 47મી બેઠક ચંદીગઢમાં શરૂ થઈ છે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓ  હાજર રહ્યા છે. 1 જુલાઈ 2022ના રોજ GST લાગુ થયાને પાંચ વર્ષ પૂર્ણ થશે. પહેલા આ બેઠક શ્રીનગરમાં થવાની હતી પરંતુ બાદમાં તેને ચંદીગઢ ખસેડવામાં આવી હતી.
GST કાઉન્સિલની બેઠકમાં GST સ્લેબ દરો પર ચર્ચા થઈ શકે છે.  ટેક્સ સ્લેબનું બનેલું મંત્રી જૂથ GST કાઉન્સિલની બેઠકમાં કાઉન્સિલ સમક્ષ તેમના સૂચનો મૂકશે. જો કે આ અંગેનો નિર્ણય GST કાઉન્સિલે લેવાનો છે, પરંતુ વધતી જતી મોંઘવારીને જોતા ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને હાલ પૂરતો અટકાવી દેવો જોઈએ તેવો મત પણ વ્યક્ત કરાઇ રહ્યો છે.  GST કાઉન્સિલે ગયા વર્ષે GST દરોને તર્કસંગત બનાવવા અંગે સૂચનો આપવા કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની અધ્યક્ષતામાં રાજ્યોના મંત્રીઓના સાત સભ્યોના જૂથની રચના કરી હતી.
ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને રેસકોર્સ પર 28 ટકા GST લાદવાની તૈયારી છે. રાજ્યના નાણા પ્રધાનોના જૂથ ઑફ મિનિસ્ટર્સ (GoM) એ ઑનલાઇન ગેમિંગ, કેસિનો અને રેસ કોર્સ પર 28 ટકા GSTની ભલામણ કરવા માટે સંમતિ આપી છે.  જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ એજન્ડા મૂકવામાં આવશે.  હાલમાં સટ્ટાબાજી વિના ગેમિંગ પર 18 ટકા GST વસૂલવાની જોગવાઈ છે. પરંતુ સટ્ટાબાજીના ઓનલાઈન નફા પર 28 ટકા GST વસૂલવામાં આવે છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા દરેક ગેમ પર વસૂલવામાં આવતા કમિશન પર 18 ટકા વસૂલવાની જોગવાઈ છે. હોર્સ રેસિંગ પર કુલ સટ્ટાબાજીના મૂલ્યના 28 ટકા GST લાગે છે. પરંતુ હવે તમામ પ્રકારના ગેમિંગ પર 28 ટકા GST વસૂલવાનો પ્રસ્તાવ છે.
Advertisement

 

ક્રિપ્ટોકરન્સીને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દાયરામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ક્રિપ્ટોકરન્સી અને સંબંધિત સેવાઓ પર 28 ટકા GST લાદવામાં આવી શકે છે. હાલમાં, ક્રિપ્ટો એક્સચેન્જોએ તેમની સેવાઓ પૂરી પાડવા માટે 18 ટકા GST ચૂકવવો પડે છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
video

Valsad : કાયદાનો ભંગ! સિવિલ કેમ્પસમાં તબીબોનો ડીજે પર ડાન્સ

featured-img
video

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil નો આજે જન્મદિવસ

featured-img
video

Pakistan : લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી Abu Katal ની હત્યા

featured-img
video

Gujarat Education: વાલીઓ માટે રાહતના સમાચાર, પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ

featured-img
video

વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે Vikram Thakor ની Gujarat First સાથે ખાસ વાતચીત

×

Live Tv

Trending News

.

×