Delhi-NCR માં પ્રદૂષણને જોતા GRAP-1 લાગુ, જાણો કઈ વસ્તુઓ પર પ્રતિબંધ?
- દિલ્હીમાં વાયુ પ્રદુષણને લઈને નિયમો લાદવામાં આવ્યા
- દિલ્હી-NCR માં GRAP નો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવ્યો
- દિલ્હી સરકારે તમામ પ્રકાર ફટાકડા પર પ્રતિબંધ
Delhi-NCR માં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે અંતર્ગત Delhi-NCR માં GRAP નો પ્રથમ તબક્કો લાગુ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ તબક્કામાં ખુલ્લામાં કચરો સળગાવવા અને ભોજનાલયોમાં કોલસા કે લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આમાં ડીઝલ જનરેટરના ઉપયોગને મર્યાદિત કરવાનો પણ સમાવેશ થાય છે.
દિલ્હી (Delhi)માં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે. દિલ્હી (Delhi) સરકારે સોમવારે શહેરમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, જે 1 જાન્યુઆરી, 2025 સુધી અમલમાં રહેશે. દિલ્હી ના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ જાહેરાત કરી હતી અને દિલ્હીવાસીઓને હવાના પ્રદૂષણને કાબૂમાં લેવા સરકારના પ્રયાસોને સમર્થન આપવા વિનંતી કરી હતી.
પર્યાવરણ મંત્રીએ આ અપીલ કરી હતી...
તેમણે કહ્યું, 'દિલ્હી સરકારે પ્રતિબંધ અંગે સૂચનાઓ જારી કરી છે, અમે તમામ દિલ્હીવાસીઓ પાસેથી સહયોગની વિનંતી કરીએ છીએ.' દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ પ્રતિબંધનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા વિગતવાર સૂચનાઓ જારી કરી છે.
આ પણ વાંચો : UP:ગુરુ શિષ્યનો સંબંધ લજવાયો,વિદ્યાર્થીનીનો હાથ પકડીને કહ્યું.....
તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ...
આ પ્રતિબંધ તમામ પ્રકારના ફટાકડાને લાગુ પડે છે, જેમાં ઓનલાઈન વેચાય છે, અને તેનો ઉદ્દેશ્ય વધતા પ્રદૂષણના સ્તરને ઘટાડવાનો છે, જે શિયાળામાં સ્ટબલ સળગાવવા, પવનની ધીમી ગતિ અને અન્ય મોસમી પરિબળોને કારણે વધુ ખરાબ થાય છે.
CAQM (Commission for Air Quality Management) Sub-Committee unanimously invokes Stage-I GRAP 27-Point Action Plan across entire NCR as Delhi's AQI Hits 'Poor' Category at 234. All 27 actions as envisaged under Stage-I of the revised GRAP – ‘POOR’ Air Quality, to be implemented in… pic.twitter.com/ZQVNXZiyD9
— ANI (@ANI) October 14, 2024
આ પણ વાંચો : ભારત-કેનેડા સંબંધોમાં વધુ તણાવ! ભારત સરકારે 6 રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા
દિલ્હીમાં GRAP-1 હેઠળ આ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે...
- હોટલ, રેસ્ટોરન્ટ અને ઓપન રેસ્ટોરન્ટમાં તંદુરમાં કોલસો અને લાકડા સળગાવવા પર પ્રતિબંધ રહેશે.
- બાંધકામ અને ડિમોલિશન પ્રોજેક્ટ સાઇટ્સ પર ધૂળ ઘટાડવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
- 500 ચોરસ મીટર કે તેથી વધુ કદના ખાનગી બાંધકામ અને ડિમોલિશન પ્રોજેક્ટ પર પ્રતિબંધ રહેશે.
- દિલ્હીના 300 કિલોમીટરની ત્રિજ્યામાં પ્રદૂષિત ઔદ્યોગિક એકમો અને થર્મલ પાવર પ્લાન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવશે.
- જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર કડક નજર રાખવામાં આવશે.
- ખુલ્લામાં કચરો સળગાવવા પર પ્રતિબંધ અને દંડ થશે.
- વીજળી માટે ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
- રસ્તાઓ પર ધૂળ ઉડતી અટકાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવશે.
- ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ રહેશે.
- PUC ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની તૈનાતી વધશે.
આ પણ વાંચો : ચૂંટણી આવવી અને સાંપ્રદાયિક વાતાવરણ બગડવું એ કોઈ સંયોગ નથી : Akhilesh Yadav