Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Graham Thorpe Dies: ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરનું થયું નિધન, 55-વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ઈંગ્લેન્ડ ક્રિકેટને મોટો ઝટકો ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પનું નિધન ગ્રેહામ થોર્પના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર Graham Thorpe Dies:ઈંગ્લેન્ડ ક્રિકેટને આજે મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લિશ ટીમના (England cricket)પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પનું 55 વર્ષની વયે અવસાન થયું છે....
graham thorpe dies  ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરનું થયું નિધન  55 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  1. ઈંગ્લેન્ડ ક્રિકેટને મોટો ઝટકો
  2. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પનું નિધન
  3. ગ્રેહામ થોર્પના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર

Graham Thorpe Dies:ઈંગ્લેન્ડ ક્રિકેટને આજે મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લિશ ટીમના (England cricket)પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પનું 55 વર્ષની વયે અવસાન થયું છે. ગ્રેહામ થોર્પે (Graham Thorpe )ત્રણ પ્રસંગોએ ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી અને 2010 અને 2022 વચ્ચે તેના દેશ માટે વિવિધ કોચિંગ ભૂમિકાઓમાં સેવા આપી. તેની વિદાય ઈંગ્લિશ ક્રિકેટ માટે મોટી ખોટ છે.

Advertisement

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શેર કરી છે પોસ્ટ

આ દુઃખદ સમાચાર આપતાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોસ્ટ શેર કરી અને કહ્યું કે ગ્રેહામ થોર્પનું નિધન થયાના સમાચાર શેર કરતાં અમને ખૂબ જ દુઃખ થાય છે.

Advertisement

આ પણ  વાંચો  -

બિમારીનો ન થયો ખુલાસો

રિપોર્ટ મુજબ ગ્રેહામ ઘણા સમયથી બીમાર હતો, પરંતુ તેમની બીમારીને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. ગ્રેહામે તેનું કોચિંગ કરિયર ઓસ્ટ્રેલિયામાં શરૂ કર્યું, જ્યાં તેણે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ સાથે કામ કર્યું. ત્યારપછી તે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડમાં બેટિંગ કોચ તરીકે જોડાયો.

Advertisement

આ પણ  વાંચો  -Paris olympics: ટેબલ ટેનિસમાં રોમાનિયા સામે ભારતની શાનદાર જીત

ગ્રેહામનું ક્રિકેટ કરિયર

લેફ્ટ બેટ્સમેને ઈંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેના નામે 6744 રન નોંધાયા હતા. આ દરમિયાન તેને 16 સદી અને 39 અડધી સદી ફટકારી હતી. વનડે ક્રિકેટની વાત કરીએ તો, ગ્રેહામે ઈંગ્લેન્ડ માટે 82 વનડે મેચ રમી હતી. જેમાં તેના નામે 2380 રન બનાવ્યા હતા. ગ્રેહામે વનડેમાં 21 અડધી સદી ફટકારી હતી.

આ પણ  વાંચો  -Indian Hockey Team: સેમિફાઇનલ પહેલા ભારતીય હોકી ટીમને ઝટકો, આ ખેલાડી થયો બહાર

ગ્રેહામનું ક્રિકેટ કરિયર

ગ્રેહામ થોર્પે ઈંગ્લિશ ટીમના બેટિંગ કોચ તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ 2022 માં, થોર્પને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી તે ગંભીર રીતે બીમાર પડ્યો હતો. તે વર્ષે મે મહિનામાં જ્યારે થોર્પને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામેની ટોસ દરમિયાન બેન સ્ટોક્સે તેના પર થોર્પનું નામ લખેલી ટીશર્ટ પહેરી હતી.

આ પણ  વાંચો  -Paris Olympics 2024: એક્શનમાં દેખાશે લક્ષ્ય સેન-નિશા દહિયા, આજે બે મેડલની આશા

ગ્રેહામ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટનો દિગ્ગજ

ગ્રેહામ થોર્પને ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટનો દિગ્ગજ કહેવામાં આવતા હતા. તેને પોતાના કરિયરમાં 341 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં ગ્રેહામે 21,937 રન બનાવ્યા હતા. જેમાં 49 સદીનો પણ સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.