Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : 30 મિનિટમાં દોઢ ઈંચ વરસાદ, વેરી તળાવ ફરી ઓવરફ્લો

GONDAL : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગોંડલ (GONDAL) શહેરમાં છેલ્લા 3 દિવસ થી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ સતત 3 દિવસથી પડી રહ્યો છે. ત્યારે ગત...
gondal   30 મિનિટમાં દોઢ ઈંચ વરસાદ  વેરી તળાવ ફરી ઓવરફ્લો

GONDAL : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગોંડલ (GONDAL) શહેરમાં છેલ્લા 3 દિવસ થી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ સતત 3 દિવસથી પડી રહ્યો છે. ત્યારે ગત મોડીરાત્રથી ગોંડલમાં વરસાદ શરૂ થયો હતો. ગોંડલ માં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાએ વરસવાનું શરુ કરી દીધું હતું. ગત રાત્રી દરમિયાન રાત્રીના 8 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધી ગાજવીજ સાથે દોઢ ઈંચ વરસાદ વર્ષયો હતો. આજરોજ બપોરબાદ ધોધમાર દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગોંડલનો જીવાદોરી સમાન વેરીતળાવ ફરીવાર ઓવરફ્લો થવા પામ્યો હતો.

Advertisement

ગોંડલનો જીવાદોરી વેરીતળાવ ફરી ઓવરફ્લો

ગોંડલ શહેરમાં સતત 3 દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહયો છે. શુક્રવારની રાત્રીના 8 થી શનિવારને વહેલી સવાર 8 સુધી દોઢ ઈંચ જેટલો વરસાદ વર્ષયો હતો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને ગોંડલનો જીવાદોરી સમાન અને રાજવીકાળનું વેરીતળાવ ફરી ઓવરફ્લો થવા પામ્યો છે. 75 દરવાજા ધરાવતો વેરી તળાવ હાલ પાટિયા પરથી 3 ઈંચ ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ વેરી ડેમમાં 466 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ પાણીની જાવક કરવામાં આવી રહી છે. ગોંડલ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેરી તળાવમાં 162 MCFT પાણીનો જથ્થો સંગ્રહ થાય છે.

બપોરબાદ 30 મિનિટમાં દોઢ ઈંચ વરસાદ

શહેરમાં આજ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરબાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. શહેરમાં 30 મિનિટમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ હાઇવે પર આવેલ ગુંદાળા ચોકડીએ વરસાદી પાણી ભરાયા હતા બીજીતરફ ગુંદાળા ફાટક બંધ હોય ટુ વ્હિલર વાહન ચાલકો ખોડિયાર નગર નાલા નીચેથી પસાર થતા હોય છે ત્યારે વરસાદી પાણી નાલા નીચે ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

Advertisement

22 જેટલા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા

ગોંડલના લીલાખા ગામ પાસે આવેલ ભાદર ડેમ - 1 ની સપાટી 34 ફૂટ થઈ છે. ડેમ ના 7 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે જેમાં 12840 ક્યુસેક પાણી ની આવક સામે 12840 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ભાદર ડેમ નીચે આવતા 22 જેટલા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

આ પણ વાંચો -- Gir Somnath : કરોડોની સરકારી જમીન પરનાં 9 મોટા, 3 નાના ધાર્મિક અને 45 ખાનગી દબાણ દૂર કરાયાં

Tags :
Advertisement

.