ગોધરાકાંડની વસમી યાદોને ભૂલીને, આજે ગુજરાતે ભરી વૈશ્વિક સ્તરે વિકાસની હરણ ફાળ
વર્ષ 2002ની 27મી ફેબ્રુઆરીનો ગોઝારો દિવસ આમતો ક્યારેય ભૂલી શકાશે નહી પરંતુ ગુજરાતીઓ હમેશા ખમીરવંતા હોય છે અને સાચા અર્થમાં ખમીર વંતા એને જ કહેવાય કે ભૂતકાળમાં વીતેલી ખરાબ ક્ષણોને ભૂલીને આગળ વધે અને આજે ગોધરાકાંડના 20 વર્ષ પૂર્ણ થયા છે અને આજના ગુજરાતની દશા અને દિશા બંને વિકાસના ટ્રેક ઉપર વિના બ્રેકે આગળ વધી રહી છે.એવી કોઈ મલ્ટી નેશનલ કંપની નહી હોય કે, જેણે તેનું રોકાણ ગુજરાતમાં કર્àª
Advertisement
વર્ષ 2002ની 27મી ફેબ્રુઆરીનો ગોઝારો દિવસ આમતો ક્યારેય ભૂલી શકાશે નહી પરંતુ ગુજરાતીઓ હમેશા ખમીરવંતા હોય છે અને સાચા અર્થમાં ખમીર વંતા એને જ કહેવાય કે ભૂતકાળમાં વીતેલી ખરાબ ક્ષણોને ભૂલીને આગળ વધે અને આજે ગોધરાકાંડના 20 વર્ષ પૂર્ણ થયા છે અને આજના ગુજરાતની દશા અને દિશા બંને વિકાસના ટ્રેક ઉપર વિના બ્રેકે આગળ વધી રહી છે.એવી કોઈ મલ્ટી નેશનલ કંપની નહી હોય કે, જેણે તેનું રોકાણ ગુજરાતમાં કર્યું નહી હોય આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે ગુજરાતમાં તમામ કંપનીઓ રોકાણ કરવામાં માટે તત્પર રહે છે અને કદાચ આજ વાત સાબિત કરી આપી છે કે, આજથી 20 વર્ષ પહેલા ભડકે બળતું ગુજરાત આજે ચારેય દિશામાં પ્રગતિના પંથે દોડી રહ્યું છે.
ગોધરાકાંડ બાદ ઘણાં મહિનાઓ સુધી ધંધારોજગાર શરુ નોહતા થયા જેના પગલે આર્થિક નુકશાનીનો ભોગ રાજ્યને ઘણો જ પડ્યો હતો.ઘણાં લાંબા સમય બાદ ફરીથી ધંધારોજગાર પૂર્વવત થયા હતા પરંતુ આર્થિક સ્તર નીચું જ હતું અને તેવા સમયે રાજ્યનું આર્થિક સ્તર કેવી રીતે સમતોલ કરવું તેને લઈને રાજ્ય સરકાર પણ ખુબ જ ચિંતિત હતી.કેહવાય છે ને સારથી પર તમામ મદાર ટકેલો રહેતો હોય છે અને વર્ષ 2002માં તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડપ્રધાન નરેન્દ્રમોદીની ગુજરાત રાજ્યના સારથી હતા અને તે સમયે જે પ્રમાણે ગુજરાત રાજ્યની કમાન સંભાળવા આવી હતી અને જે યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા તે સમયે લીધેલા નિર્ણયોનું પરિણામ આજે 20 વર્ષે ગુજરાત રાજ્ય જોઈ રહ્યું છે.
આજે ગુજરાત રાજ્ય વિકાસનું એક મોડેલ બનીને સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છબી મૂકી રહ્યું છે વિશ્વ સાથે મૈત્રી કરારોની વાત હોય કે પછી વિદેશી નીતિઓની વાત હોય હરહમેશ ગુજરાત રાજ્યની નોંધ વૈશ્વિક સ્તરે લેવામાં આવી રહી છે અને તેનું એકમાત્ર કારણ એક જ છે કે વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોની યાદોને આપણે સો કોઈ ગુજરાતીઓ પોતાના દિલ અને દિમાગમાં ઘર કરવા નથી દીધી જેના લીધે આજે ગુજરાત રાજ્ય ડંકાની ચોટીએ અને એક હુંકાર અને ગર્વ સાથે કહી શકે છે કે 'હા હું ગુજરાતી છું અને મને ગર્વ છે કે હું ગુજરાતનો છું.'