Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આલીશાન મહેલને પણ ટક્કર મારે તેવુ છે ગીતાબેન રબારીનું નવું ઘર, જુઓ તસવીરો

    સિંગર ગીતા રબારીએ તાજેતરમાં એક ઘર ખરીદ્યું છે. જેના કારણે મહેલને પણ સમાચાર મળે છે. ગીતા રબારી અને તેના પતિ તેમના આલીશાન મકાનમાં શિફ્ટ થયા છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તસવીરોમાં જોઈ શકાય...
આલીશાન મહેલને પણ ટક્કર મારે તેવુ છે ગીતાબેન રબારીનું નવું ઘર  જુઓ તસવીરો

Advertisement

સિંગર ગીતા રબારીએ તાજેતરમાં એક ઘર ખરીદ્યું છે. જેના કારણે મહેલને પણ સમાચાર મળે છે. ગીતા રબારી અને તેના પતિ તેમના આલીશાન મકાનમાં શિફ્ટ થયા છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે બંનેએ નવા ઘરમાં પૂજા કરી હતી.

Advertisement

ગીતા રબારીએ આ આલીશાન ઘર ક્યાંથી ખરીદ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ તસવીરો જોઈને લાગે છે કે આ ઘર ખૂબ જ સુંદર છે. તસવીરોમાં આ યુગલ ઘરના મંદિરમાં પૂજા કરતા જોવા મળે છે. તેમણે પૂજાઘરમાં લિંબોજ માતાજી અને દ્વારકાધીશ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરી છે.

Advertisement

તેમના નવા ઘરમાં પ્રવેશતા દંપતીની ખુશી તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગીતા રબારીએ પોતે આ તસવીરો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છેમાત્ર 1 દિવસમાં જ કપલની આ તસવીરોને એક લાખથી વધુ લાઈક્સ મળી ગઈ છે. તેમજ આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ચાહકોના દિલ પર રાજ કરનાર ગીતા રબારીને કચ્છની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે તેની કારકિર્દી પાંચમા ધોરણથી શરૂ કરી હતી. ગીતા રબારીએ માત્ર 20 વર્ષની ઉંમરે જ લોકપ્રિયતા મેળવી હતી.

ગીતા રબારી માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે ભજન, ગીતા, લોકગીત, સંતવાણી, ડાયરો જેવા કાર્યક્રમો કરે છે. ગીતા રબારીના રોણા શેરમા તથા એકલો રબારી ગીત ગુજરાતમાં લોકપ્રિય છે. 1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં કચ્છી કોયલ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી.

માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગર માંથી એક છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ગીતા રબારીએ પોતાની આગવી ઓળખ બનાવી છે.


ગીતાબેન રબારીની અગાઉની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. તેમના માતા પોતાના ગામની આસપાસના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.

Narendra Modi on Twitter:

તેમના કરિયર વિશે વાત કરીએ તો ગીતાબેન રબારી નો જન્મ 31 ડીસેમ્બર 1996 ના રોજ કચ્છના એક નાનકડા ગામ તપ્પર માં થયો હતો ત્યારથી જ ગીતાબેન તેમન પરિવારને ખૂબ જ વ્હાલા હતા અને તેમના પિતા નું નામ કાનજીભાઈ અને માતાનું નામ વેજુબેન રબારી છે.

कच्छ की कोयल गीता रबारी' ने अपने घर पर लगवाई वैक्सीन, मचा बवाल तो प्रशासन ने शुरू की जांच | Popular Gujarati singer Geeta Rabari gets covid-19 vaccine at home, probe begins
ગીતાબેન હાલમાં ખૂબ જ મોટા અને સુપર સ્ટાર્સ કલાકાર બની ગયા છે અને તેઓ પાંચમા ધોરણથી જ ગીતો ગાતા હતા.અને ત્યારબાદ ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામ કમાવ્યું હતું અને માત્ર 20 વર્ષની ઉંમરે જ ગીતાબેનને બધા ઓળખવ લાગ્યા હતા અને તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.

Gujarati Singer Geeta Rabari Received COVID-19 Jab at Home?; Inquiry on

માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ પણ કરે છે. જેનાથી તેમનું પરિવાર ખૂબ જ ખુશ છે અને તેમનું આખું પરિવાર ગીતાબેનનું ગૌરવ લે છે.ગીતાબેન રબારી એક મોટા ગાયક કલાકાર બની ગઈ છે અને તેમને રોણા શેરમા અને મારો એકલો રબારી વાળું ગીત પણ ગાયું હતું જેનાથી ખૂબ જ લોકચાહના મળી હતી અને જેના કારણે તેઓ ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી તેમજ ગીતા બેનનું આ સોંગ યુટ્યુબમાં પણ કરોડો લોકોએ જોયું હતું.

સોશિયલ મીડિયા પરથી પણ તેમણે ઘણી લોકચાહના મળી છે અને તેમના ફ્રેન્સ ખૂબ જ વધતા જાય છે કારણ કે ગીતા બેન રબારી ગરબા અને રાશ પણ ખૂબ જ ગાય છે અને તેઓ રાશ પણ રમતા ઘણીવાર જોવા મળ્યા છે.

આ પણ વાંચો- મુકેશ અંબાણી સહિતના દિગ્ગજોએ આ સ્કૂલમાં કર્યો છે અભ્યાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.