સુરતમાં ફરશે હવે ગીતા જ્ઞાન રથ
શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા સુરતમાં ગીતા જ્ઞાન રથ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરી મહારાજના હસ્તે એસઆરકે સ્પોર્ટ પાર્ક ગ્રાઉન્ડ રામકથા રોડ ખાતે સમાજ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીતાપ્રેસ ગોરખપુરના ટ્રસ્ટી દેવીદયાળ અગ્રવાલ અને મુરલી શરાફ હાજર રહ્યા હતા. રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વ
Advertisement
શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા સુરતમાં ગીતા જ્ઞાન રથ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરી મહારાજના હસ્તે એસઆરકે સ્પોર્ટ પાર્ક ગ્રાઉન્ડ રામકથા રોડ ખાતે સમાજ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીતાપ્રેસ ગોરખપુરના ટ્રસ્ટી દેવીદયાળ અગ્રવાલ અને મુરલી શરાફ હાજર રહ્યા હતા. રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જીલ્લામાં 311 હનુમાનજી મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પણ પ્રારંભ કરાયો હતો.
40 લાખના ખર્ચે રથ તૈયાર
એસઆરકે ફાન્ડેશનના અધ્યક્ષ ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે એશિયાનો સૌથી મોટો પ્રેસ ગીતા પ્રેસ ગોરખપુર છે અને 99 વર્ષના સમયમાં 70 કરોડથી વધુ પુસ્તકો ત્યાં છપાયા છે. આ પુસ્તકો થકી દરેકના ઘેર ભગવાન પહોંચે અને લોકો સુધી મુળભુત સંસ્કૃતિ અને ધાર્મીક ભાવના પહોંચે તે હેતુથી અમે રથ તૈયાર કર્યો છે. લગભગ 40 લાખના ખર્ચે તૈયાર થયેલા રથમાં ગીતા પ્રેસ ગોરખપુરમાં છપાતા તમામ ધાર્મીક પુસ્તકો રાખવામાં આવશે.
ડાંગ જીલ્લામાં 311 હનુમાન મંદિરો બનશે
રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જીલ્લામાં 311 હનુમાનજી મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. 20 માર્ચે ડાંગ જીલ્લાના સુબીર તાલુકાના લહાન ઝાડદર ખાતે 14 મંદિરોનો લોકાર્પણ કાર્યક્રમ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે. હનુમાન મંદિરના પ્રણેતા ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે ડાંગની ભૂમી દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ છે, અને રામ ભકત હનુમાનજી સમગ્ર ડાંગ વાસીઓમાં સર્વમાન્ય દેવ તરીકે પ્રસ્થાપિત છે ત્યારે સામાજીક ચેતના માટે ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામનો હનુમાન યજ્ઞ પણ શરુ કરવામાં આવ્યો છે. રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી આદિવાસી વિસ્તારમાં 100 ડોકટર સાથે મેડિકલ કેમ્પ કરવાની સાથે વિવિધ ગામોમાં વસ્ત્ર દાન, શૈક્ષણિક કીટ, બાળકો જરુરી ચીજો પહોંચાડવાનું કામ થાય છે. મંદિર નિર્માણ બાદ સંપુર્ણ સંચાલન ગામ લોકોને સોંપવામાં આવે છે.