Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gir Somnath: છારા દરિયા કાંઠેથી મળી આવ્યો 12 કિલો બિનવારસી ચરસ, કિંમત 6 કરોડ રૂપિયા

Gir Somnath: ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. ગઈ કાલે રાત્રિના કોડીનાર તાલુકાના છારા ગામના...
gir somnath  છારા દરિયા કાંઠેથી મળી આવ્યો 12 કિલો બિનવારસી ચરસ  કિંમત  6 કરોડ રૂપિયા
Advertisement

Gir Somnath: ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. ગઈ કાલે રાત્રિના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે.

દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ

ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું. દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને વાત કરી હતી. તેમના વાલીઓને જાણ કરી હતી, આ સમગ્ર ઘટના ની બાતમી ના આધારે એસઓજી પોલીસ એ.એસ.આઇ ઇબ્રાહિમ બનવા, હેડકોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી અને કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર હતુ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન પેકેટની ચકાસણી કરતા પ્રથમ દૃષ્ટિએ આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ. ઓ જી પી.આઇ ગઢવી અને પી.એસ.આઇ બાટવાને જાણ કરી હતી

Advertisement

બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ

રાત્રિ ના છારા ના દરિયા કાંઠે દોડી આવી આ શંકાસ્પદ ચરસના જથ્થાનો કબ્જો લઈ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આ તમામ પેકેટ તેની ખરાઈ કરવા માટે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. બાદ એફ.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.

Advertisement

બાઈટ એમ આર ચૌધરી ડીવાય એસપી ઉના

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિના પહેલા કચ્છ પછી દ્વારકાને હજુ બે દિવસ પહેલા જ ગીર સોમનાથના દરિયાકાંઠે એક પેકેટ ડ્રગ્સનું મળી આવ્યું હતું. બાદ ફરીથી ગઈકાલે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી મોટું પોટલું બિન વારસી મળી આવતા જેની અંદરથી 10 જેટલા પેકેટ ચરસ ના મળી આવતા આ તમામ જગ્યાએથી મળેલું ચરસ છે. તે એક જ પ્રકારનું પેકેટ અફઘાન ચરસ નાજ મળી આવેલા છે. જેથી લોકોમાં શંકા કુશંકા અને કુતવલ સાથે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. ગીર સોમનાથ જિલ્લાનો ફરતે વિશાળ દરિયાકાંઠો છે અને આ દરિયાકાંઠો દાણચોરોના સ્વર્ગ સમાન રેઢા પડ જેવો છે.

હોડીઓ મારફત મોટા પ્રમાણમાં હેરાફેરી

આ દરિયાકાંઠા વિસ્તારમાં દીવ થી વિદેશી દારૂની હોડીઓ મારફત મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. જેમાં કેટલોક માલ પકડાય છે જ્યારે મોટાભાગનો માલ સગે વાગે કરવામાં દારૂના ધંધાર્થીઓ સફળ થાય છે અને તેમનું લેન્ડિંગ કરવું તેવા ઘણા બધા લેન્ડિંગ પોઇન્ટ આવેલા છે. રેઢાપડ સમાન આ દરિયાકાંઠે કેટલુંક ડ્રગ અને ચરસનો જથ્થો બિન વારસી મળી આવે છે. ત્યારે તંત્ર દ્વારા સઘન રીતે તપાસ હાથ ધરી અને આ દરિયાકાંઠામાં પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી ગોઠવાઈ તેવું લોકો ઈચ્છે છે.

આ પણ વાંચો: Surat: ‘ક્યા ખબર હતી કે આ છેલ્લી સફર હશે?’ હિટ એન્ડ રનમાં બે મિત્રોના મોત

આ પણ વાંચો: Rath Yatra ની તૈયારીઓનો આખરી ઓપ, AMTS અને BRTSના આ રૂટ રહેશે બંધ

આ પણ વાંચો: Bharuch: રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરનો હ્રદય કંપાવતો કાગળ

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump Oath Ceremony : ડોનાલ્ડ ટ્રમ્પની આજે વ્હાઇટ હાઉસમાં વાપસી, થોડા કલાકો બાદ શરૂ થશે શપથ ગ્રહણ સમારોહ

featured-img
અમદાવાદ

જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે ફટકારી આકરી સજા!

featured-img
Top News

સર્બિયામાં ભયાનક અકસ્માત, વૃદ્ધાશ્રમમાં આગ લાગવાથી 8 લોકોના મોત, અનેક લોકો દાઝ્યા

featured-img
રાષ્ટ્રીય

Atul Subhash Suicide:દાદી કે માતા… કોની સાથે રહેશે અતુલ સુભાષનો પુત્ર? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump Oath Ceremony : શપથ પહેલા ટ્રમ્પની વધી ચિંતા? સમર્થકોને ઘરે જ રહેવાની કરી અપીલ

featured-img
ગાંધીનગર

Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, વેઈટિંગવાળાને હાશકારો!

×

Live Tv

Trending News

.

×