Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યું ગિલનું તોફાન, લખનૌને મળ્યો 228 રનનો વિશાળ ટાર્ગેટ

IPL 2023 ની 51મી મેચમાં, આજે (6 મે), નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ટક્કર થઇ રહી છે. મેચમાં ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરતા વિશાળ 227 નનો સ્કોર બનાવી દીધો...
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યું ગિલનું તોફાન  લખનૌને મળ્યો 228 રનનો વિશાળ ટાર્ગેટ

IPL 2023 ની 51મી મેચમાં, આજે (6 મે), નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ટક્કર થઇ રહી છે. મેચમાં ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરતા વિશાળ 227 નનો સ્કોર બનાવી દીધો છે. લખનૌની ટીમને જીત માટે 228 રન બનાવવા પડશે. બીજી તરફ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય હાલમાં LSG માટે ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાતના બે ઓપનિંગ બેટ્સમેનોએ લખનૌના તમામ બોલરોની ખૂબ ધોલાઈ કરી હતી. પાવરપ્લેમાં જ રિદ્ધિમાન સાહાએ પોતાની અડધી સદી પૂર્ણ કરી દીધી હતી. બીજી તરફ શુભમન ગિલ અંત સુધી નોટ આઉટ રહી પેવેલિયન પરત ફર્યો હતો.

Advertisement

સાહાએ 23 બોલમાં 54 રન ફટકાર્યા

Advertisement

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતના ઓપનર રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે તોફાન મચાવ્યું હતું. બંનેએ મેદાનની ચારેબાજુ શોટ રમીને લખનૌના ખેલાડીઓને પરેશાન કર્યા હતા. સાહાએ પાવરપ્લેમાં જ ફિફ્ટી જમાવી હતી. તે 20 બોલમાં અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. સાહા ખૂબ જ તોફાની રીતે રમ્યો હતો. જણાવી દઇએ કે, આ વર્ષની શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સે 2023માં જ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પાવરપ્લેમાં 65 રન બનાવ્યા હતા. બીજી તરફ જો આ સિઝનમાં પાવરપ્લેમાં વ્યક્તિગત બેટ્સમેનના સર્વોચ્ચ સ્કોર વિશે વાત કરીએ તો રિદ્ધિમાન સાહા ટોચ પર આવી ગયો છે. આ મેચમાં સાહાએ પ્રથમ છ ઓવરમાં 23 બોલમાં 54 રન બનાવ્યા હતા. તેણે 20 બોલમાં IPLની 12મી અડધી સદી પૂરી કરી. વળી, આ સિઝનમાં તે ચોથો સૌથી વધુ પાવરપ્લે સ્કોર હતો. સાહાની વિસ્ફોટક બેટિંગ સામે લખનૌના બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાઇ રહ્યા હતા.

Advertisement

અમદાવાદમાં સાહા અને ગિલનું તોફાન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ માટે રિદ્ધિમાન સાહાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. વળી, શુભમન ગિલ પણ ચૂપચાપ બેઠો ન હતો, શરૂઆતમાં એન્કરની ભૂમિકા ભજવ્યા પછી તેણે પણ આગેવાની લીધી હતી. બંનેએ 8મી ઓવરમાં જ સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો. આ સાથે બંનેએ ગુજરાત માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. અગાઉ, આ જ જોડીએ ગયા વર્ષે બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 106 રનની ભાગીદારી કરી હતી.

મેદાનમાં ગિલે 51 બોલમાં 94 રન ફટકાર્યા

ગિલ અને સાહાએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી નોંધાવી હતી. IPL માં આ બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. સાહાની કમનસીબી હતી કે તે સદી ફટકારતા પહેલા 43 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો. ગિલે પણ પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ ગતિ વધારી હતી. તે ફિફ્ટી પછી પણ રમતો રહ્યો. બીજી તરફ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા 25 રન બનાવીને આઉટ થયો હતો. ગિલ તેની અડધી સદી બાદ પણ રમી રહ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર હતો. જોકે તે પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો. ગિલે 51 બોલમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 94 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 12 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. આ રીતે ગુજરાતે 2 વિકેટે 227 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

બંને ટીમના ખેલાડીઓ

ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (c), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી

લખનઉ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક (wk), કાયલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, કૃણાલ પંડ્યા (c), માર્કસ સ્ટોઈનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન

આ પણ વાંચો - આજે IPLમાં બે સગા ભાઇ કેપ્ટન તરીકે આમને-સામને ટકરાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.