ગુલામ નબી આઝાદે પોતાની નવી પાર્ટીના નામની કરી જાહેરાત, જાણો શું છે નામ
કોંગ્રેસમાંથી છુટા થયા બાદ ગુલામ નબી આઝાદ (Ghulam-Nabi-Azad) એ આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. સોમવારે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference) ને સંબોધતા તેમણે પોતાની પાર્ટીનું નામ આપ્યું હતું. આઝાદે પોતાની પાર્ટીનું નામ 'ડેમોક્રેટિક આઝાદ પાર્ટી' (Democratic Azad Party) રાખ્યું. 'હિન્દુસ્તાની' એ હિન્દી અને ઉર્દૂનું મિશ્રણઆ પ્રસંગે તેમણે પોતાની નવી પાર્ટીના ઝંડાનું અનાવરણ પણ કર્યું હતું. ધ્વજના ત્ર
કોંગ્રેસમાંથી છુટા થયા બાદ ગુલામ નબી આઝાદ (Ghulam-Nabi-Azad) એ આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. સોમવારે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference) ને સંબોધતા તેમણે પોતાની પાર્ટીનું નામ આપ્યું હતું. આઝાદે પોતાની પાર્ટીનું નામ 'ડેમોક્રેટિક આઝાદ પાર્ટી' (Democratic Azad Party) રાખ્યું.
'હિન્દુસ્તાની' એ હિન્દી અને ઉર્દૂનું મિશ્રણ
આ પ્રસંગે તેમણે પોતાની નવી પાર્ટીના ઝંડાનું અનાવરણ પણ કર્યું હતું. ધ્વજના ત્રણ રંગો વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, “અમારી પાર્ટીના ધ્વજમાં ત્રણ રંગ છે અને અમે ગાંધીજીમાં માનીએ છીએ. આઝાદે કહ્યું કે અમને ઉર્દૂ અને સંસ્કૃતમાં લગભગ 1,500 નામ મળ્યા. 'હિન્દુસ્તાની' એ હિન્દી અને ઉર્દૂનું મિશ્રણ છે. એટલા માટે અમે ઇચ્છી રહ્યા હતા કે જે પણ નામ હોય તે લોકતાંત્રિક, શાંતિપૂર્ણ અને સ્વતંત્ર હોય. એટલા માટે અમે આ નામ રાખ્યું છે.
Advertisement
અમારું રાજકારણ જાતિ કે ધર્મ પર આધારિત નહીં હોય : ગુલામ નબી આઝાદ
આઝાદે કહ્યું કે, અમે તમામ ધર્મો અને રાજકીય પક્ષોનું સન્માન કરીશું. અમારું રાજકારણ જાતિ કે ધર્મ પર આધારિત નહીં હોય. મેં ક્યારેય કોઈ પક્ષ કે નેતા પર અંગત પ્રહારો કર્યા નથી. આપણે વ્યક્તિગત નેતાઓ પર હુમલો કરવાથી બચવું જોઈએ. અમે માત્ર નીતિઓની ટીકા કરીએ છીએ. હાલમાં જ જ્યારે આઝાદ કાર્યકર્તાઓને મળી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારી પાર્ટીનો ઝંડો અલગ હશે. તેમણે કહ્યું હતું કે, 'આ ધ્વજ અન્ય રાજકીય પક્ષોથી સંપૂર્ણપણે અલગ હશે. આ ધ્વજ એવો હશે જેમાં દેશ અને રાજ્યનું પ્રતીક એક સરખું દેખાશે અને આ ધ્વજ બધાને સ્વીકાર્ય હશે.
કોંગ્રેસ પાર્ટી અમારા લોહીથી બનેલી પાર્ટી : ગુલામ નબી આઝાદ
આ પહેલા કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, લોકો અમને (મને અને મારા સમર્થકો જેમણે પાર્ટી છોડી દીધી છે) બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમની પહોંચ કોમ્પ્યુટર ટ્વીટ સુધી મર્યાદિત છે. કોંગ્રેસની ટીકા કરતા આઝાદે કહ્યું કે, કોંગ્રેસ અમારા લોહીથી બનેલી પાર્ટી છે, કોમ્પ્યુટરથી નહીં, ટ્વિટરથી નહીં. લોકો અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમની પહોંચ કોમ્પ્યુટર અને ટ્વીટ સુધી સીમિત છે. આ જ કારણ છે કે કોંગ્રેસ ક્યાંય નથી.
Advertisement