Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોશિયલ મીડિયા પર મિત્રતા બાંધી સગીરા સાથે દુષ્કર્મ, જાણો કયાં બની ઘટના

પોલીસને બિન વારસી હાલતમાં મળેલી સગીરા સાથે તેના પ્રેમીએ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલાની તપાસ કરીને સરદારનગર પોલીસે બનાસકાંઠાના આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કરીને યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી આયુષ માજીરાણા પર સગીરા સાથે દુષ્કર્મનો આરોપ છે. આયુષે 6 મહિના પહેલા ઇà
સોશિયલ મીડિયા પર મિત્રતા બાંધી સગીરા સાથે દુષ્કર્મ  જાણો કયાં બની ઘટના
પોલીસને બિન વારસી હાલતમાં મળેલી સગીરા સાથે તેના પ્રેમીએ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલાની તપાસ કરીને સરદારનગર પોલીસે બનાસકાંઠાના આરોપીની ધરપકડ કરી છે. 
પ્રાપ્ત માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કરીને યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી આયુષ માજીરાણા પર સગીરા સાથે દુષ્કર્મનો આરોપ છે. આયુષે 6 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં અમદાવાદની સગીરા સાથે મિત્રતા કરી તેને પ્રેમજાળ માં ફસાવી હતી.
છેલ્લા 3 માસથી દર અઠવાડિયે સગીરાને મળવા તે અમદાવાદ આવતો અને દુષ્કર્મ આચરતો હતો. દરમિયાન સગીરાને સતત મોબાઈલમાં વ્યસ્ત જોતા તેના માતા પિતાએ મોબાઈલ લઈ લીધો હતો જેથી મનમાં લાગી આવતા સગીરા ઘરેથી નીકળી ગઈ અને નરોડા વિસ્તારમાં પહોંચી ગઈ.18 જૂનના રોજ રાત્રે દોઢથી બે વાગ્યે પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે આ સગીરા બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલ્યા બાદ મેડિકલ પરિક્ષણમાં સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળતા સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની તથા  સગીરાના માતા પિતાની શોધખોળ શરુ કરી હતી. 
આરોપી આયુષ માજીરાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. તેણે ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે અને ખેતીવાડી કરે છે. એક મિત્રના ઇન્સ્ટાગ્રામ દ્વારા આરોપીએ સગીરા સાથે મિત્રતા કરી હતી અને દર રવિવારે બનાસકાંઠાથી અમદાવાદ આવતો હતો અને સગીરાને જુદી જુદી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો. સોશિયલ મીડિયામાં પ્રેમના નામે દુષ્કર્મ આચરતા આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
હાલમાં સગીરાને તેના માતા પિતાને સોંપવામાં આવી છે જ્યારે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.