Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવક કરતા વધારે સંપતિના કેસમાં હરિણાયાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા

આવક કરતા વધારે સંપતિના મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી છે. આ સિવાય 50 લાખ રુપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓમ પ્રકાશ ચૌટાલાની ચાર સંપતિો પણ જપ્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મામલે સીબીઆઇ દ્વારા 2005ના વર્ષમાં કેસ નોંધવામાં આવ્યો હતો.સીબીઆઇ દ્વારા મહત્તમ સજા
આવક કરતા વધારે સંપતિના કેસમાં હરિણાયાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા
આવક કરતા વધારે સંપતિના મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી છે. આ સિવાય 50 લાખ રુપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓમ પ્રકાશ ચૌટાલાની ચાર સંપતિો પણ જપ્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મામલે સીબીઆઇ દ્વારા 2005ના વર્ષમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
સીબીઆઇ દ્વારા મહત્તમ સજાની ભલામણ
આ પહેલા ગુરુવારે ઓમ પ્રકાશ ચૌટાલાની સજા પર સુનવણી થઇ હતી. આ દરમિયાન સીબીઆઈના વકીલે ચૌટાલાની બિમારી અને વિકલાંગતાની અરજીનો વિરોધ કરતા કહ્યું કે ખરાબ સ્વાસ્થ્યની સારવાર થવી જોઈએ, પરંતુ તેમને મહત્તમ સજા થવી જોઈએ. સીબીઆઈએ કહ્યું હતું કે સામાન્ય લોકોને સાચો સંદેશ આપવા માટે મહત્તમ સજા જરૂરી છે. સીબીઆઈના વકીલે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ સમાજ માટે કેન્સર સમાન છે, ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે એવી સજા આપવી જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય. ગુરુવારે અદાલતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ચૌટાલાએ સીબીઆઈને અલગથી 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે. 5 લાખ ચૂકવવામાં નહીં આવે તો તેમને 6 મહિનાની વધુ સજા થઈ શકે છે. કોર્ટે ચૌટાલાને કોર્ટ રૂમમાંથી જ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો.
ચૌટાલા પર આરોપ શું છે?
ઓમ પ્રકાશ ચૌટાલા પર હરિયાણાના મુખ્યમંત્રી હતા ત્યારે પરિવારના સભ્યો અને અન્ય લોકો સાથે મળીને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. 3 એપ્રિલ 2006ના રોજ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌટાલા પર આ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસની તપાસ બાદ 26 માર્ચ 2010ના રોજ ચૌટાલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ચૌટાલાની સાથે પુત્રો અભય સિંહ અને અજય સિંહ ચૌટાલા પણ આરોપી છે.
1993 અને 2006ની વચ્ચે 6.09 કરોડની સંપત્તિ એકઠી કરી
ચૌટાલા પર 1993 અને 2006 વચ્ચેની આવક સિવાય અન્ય સ્ત્રોતોમાંથી આશરે રૂ. 6.09 કરોડની સંપત્તિ એકત્ર કરવાનો આરોપ હતો. જેની સુનાવણી દરમિયાન દિલ્હી કોર્ટે 19 મેના રોજ ચૌટાલાને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ સ્પેશિયલ જજ વિકાસ ઢુલએ સજા સંભળાવવાની તારીખ 26 મે નક્કી કરી હતી. સજા પરની ચર્ચા ગુરુવારે પૂર્ણ થઈ હતી. આ પછી કોર્ટે સજા માટે શુક્રવારે બપોરે 2 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.
પહેલા પણ ચૌટાલાને 10વર્ષની સજા મળી છે
આ પહેલા પણ ઓમ પ્રકાશ ચૌટાલા શિક્ષક ભરતી કૌભાંડમાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. 2000ના વર્ષમાં હરિયાણામાં 3,206 શિક્ષકોની ગેરકાયદેસર ભરતી માટે જેબીટી કૌભાંડમાં કુલ 55 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ દોષિતોમાં ઓમ પ્રકાશ ચૌટાલા સિવાય તેમના તત્કાલિન રાજકીય સલાહકાર શેર સિંહ બાદશામી, તત્કાલીન OSD વિદ્યાધર IAS અને તત્કાલીન પ્રાથમિક શિક્ષણ નિર્દેશક સંજીવ કુમારનો પણ સમાવેશ થાય છે. ઓમ પ્રકાશ ચૌટાલા ગયા વર્ષે 2 જુલાઈએ સજા પૂરી કરીને તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. ચૌટાલા એ વાતને લઈને પણ ચર્ચામાં રહ્યા છે કે તાજેતરમાં જ 87 વર્ષની વયે તેમણે હરિયાણા બોર્ડમાંથી 10મી અને 12મીની પરીક્ષા પાસ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.