પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું, હવે પાર્ટીનું નેતૃત્વ...
જમ્મુ-કાશ્મીરથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Former CM Farooq Abdullah)એ શુક્રવારે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. શ્રીનગરમાં તેમના પક્ષના કાર્યકરોને સંબોધતા જેકેએનસી (JKNC)ના વડાએ કહ્યું, 'મારું સ્વાસ્થ્ય હવે મને પાર્ટીનું નેતૃત્વ કરવાની મંજૂરી આપતું નથી.' જણાવી દઈએ કે, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી 5 à
જમ્મુ-કાશ્મીરથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Former CM Farooq Abdullah)એ શુક્રવારે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. શ્રીનગરમાં તેમના પક્ષના કાર્યકરોને સંબોધતા જેકેએનસી (JKNC)ના વડાએ કહ્યું, "મારું સ્વાસ્થ્ય હવે મને પાર્ટીનું નેતૃત્વ કરવાની મંજૂરી આપતું નથી." જણાવી દઈએ કે, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાવાની છે, જેમાં ઉમર અબ્દુલ્લા સંભવિત નવા અધ્યક્ષ હશે.
ફારુક અબ્દુલ્લાએ આપ્યું રાજીનામું
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા તનવીર સાદિકે ફારુક અબ્દુલ્લાના રાજીનામાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. હાલના તબક્કે, પ્રમુખની ચૂંટણી સુધી ફારૂક પાર્ટીના વડા રહેશે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. જોકે, તેનો નિર્ણય 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં લેવામાં આવશે.
ફારુક અબ્દુલ્લાએ આ પહેલા આપ્યો હતો સંકેત
ઘટનાક્રમની પુષ્ટિ કરતા, પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને સંદેશાવ્યવહાર પ્રભારી તનવીર સાદીકે ડેઈલી એક્સેલસિયરને જણાવ્યું હતું કે ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે અને ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ પહેલા અબ્દુલ્લાએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટી જવાના સંકેત આપ્યા હતા. જોકે, જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ અધ્યક્ષ પદ સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકોએ ફારુક અબ્દુલ્લાને ઘેરી લીધા હતા. ડો.અબ્દુલ્લા અહીં એક પરિવારને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ અબ્દુલ્લાને હેરાન કરવાનું શરૂ કર્યું. તે વ્યક્તિએ ફારૂક અબ્દુલ્લાની કાર પર પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ફારુક અબ્દુલ્લાની સુરક્ષા કરી રહેલા અધિકારીઓએ વ્યક્તિને રોક્યો અને ચેતવણી આપીને છોડી દીધો. સ્થાનિક પોલીસે પણ હંગામો મચાવનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement