રિતિક રોશનની આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જાણો રિલીઝ ડેટ
બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) આજકાલ તેની આગામી ફિલ્મ 'ફાઈટર' (Fighter) ને લઈને ઘણો ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં એક્ટર સ્ક્વોડ્રન લીડરના લૂકમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે રિતિક રોશન ફાઈટર પ્લેનને ટચ કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, અભિનેતા રિતિક રોશન ફિલ્મ 'ફાઇટર'માં એરફોર્સ ઓફિસરની ભૂમિકા ભજવશે. 'ફાઈટર'ના ફર્સ્ટ લૂકની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
રિતિકની આગામી ફિલ્મનો જોવા મળ્યો ફર્સ્ટ લૂક
રિતિક રોશન તેના ડાન્સ અને ફિટનેસ માટે જાણીતો છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેતાએ તેની એક્શન-થ્રિલર ફિલ્મ 'ફાઇટર' સંબંધિત અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ અપડેટ જોયા બાદ ફિલ્મની રિલીઝને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટની સાથે સ્ટોરી પણ શાનદાર બનવાની છે. ચાહકોને સરપ્રાઈઝ આપતા રિતિક રોશને તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ 'ફાઈટર' વિશે કેટલીક ખાસ વિગતો શેર કરી છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઇટર'ના ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર જોઈને લોકો તેની સરખામણી હોલીવૂડની ફિલ્મ સાથે કરી રહ્યા છે.
View this post on Instagram
ફિલ્મના ફર્સ્ટ લૂકથી ચાહકોની ઉત્સુકતા વધી
રિતિક રોશન અને દીપિકા પાદુકોણની એક્શન-થ્રિલર ફિલ્મ ફાઈટરનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. અભિનેતાના આ લૂકથી ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. જણાવી દઈએ કે રિતિકે તેના લુકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ પોસ્ટરમાં અભિનેતા સ્ક્વોડ્રન લીડરના લુકમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે રિતિક રોશન ફાઈટર પ્લેનને ટચ કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ 'ફાઈટર'માં અભિનેતા રિતિક રોશન એરફોર્સ ઓફિસરના રોલમાં જોવા મળશે. 'ફાઈટર'ના ફર્સ્ટ લૂકની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
ફિલ્મ વિશે સત્તાવાર જાહેરાત
રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર' 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. આ પોસ્ટર પર કોમેન્ટ કરીને યુઝર્સ આ સીનને હોલીવુડની ફિલ્મ સાથે સરખાવી રહ્યા છે. જણાવી દઈએ કે, રિતિક રોશન સિવાય અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ફિલ્મ 'ફાઈટર'માં લીડ રોલમાં જોવા મળશે. 'પઠાણ'ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફાઇટર'માં અભિનેતા અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો - 500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આદિપુરુષ બોક્સ ઓફિસ પર ડાચકા ખાવા લાગી, જાણો 10 દિવસની કમાણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ