મુંબઈમાં શાહરૂખ ખાનના ઘર નજીક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ
દેશભરમાં બેદરકારી અને લાપરવાહીના પગલે
આગની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં આગ
લાગવાની ઘટના વધારે પ્રકાશમાં આવે છે. ત્યારે આજે ફરી એકવખત મુંબઈમાં આગ લાગી
હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુંબઈમાં શાહરૂખ ખાનના
બંગલા મન્નત પાસે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ 14મા માળે લાગી છે અને છે. હાલ આગ
પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તેનું નામ ‘જીવેશ’ છે.
Maharashtra | A level II fire broke out on the 14th floor of Jivesh Building at Bandstand Road, Bandara (W). 8 fire tenders reach the site. Further details awaited: Mumbai Fire Brigade(MFB) pic.twitter.com/orLyyFbCm2
— ANI (@ANI) May 9, 2022
" title="" target="">javascript:nicTemp();
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનનો બંગલો
બાંદ્રામાં આવેલો છે, જ્યાં બીજા ઘણા મોટા સેલેબ્સ રહે છે.
આવી સ્થિતિમાં આ વિસ્તાર હાઈપ્રોફાઈલ ગણાય છે. ફાયર બ્રિગેડને આ આગની માહિતી
મળતાની સાથે જ તેમની તરફથી તાત્કાલિક આઠ વાહનો મોકલવામાં આવ્યા હતા. જણાવવામાં આવી
રહ્યું છે કે આ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.આ આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ
થયું નથી.