Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાણામંત્રી સીતારમણે ચાલુ ભાષણમાં અધિકારીને પાણી આપ્યું

જ્યારે અધિકારીએ ભાષણની વચ્ચે પાણી માંગ્યું તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે  બોટલ લઈને પહોંચી ગયા. અધિકારી ચુન્દુરુએ નાણામંત્રીનો આભાર માન્યો અને તમામ શ્રોતાઓએ તેમના આ માનવતાવાદી અભિગમને વધાવી લીધો. આ મામલો શનિવારે NSDLની સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ સાથે સંબંધિત છે.  હાલમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સોશિયલ à
નાણામંત્રી સીતારમણે ચાલુ ભાષણમાં અધિકારીને પાણી આપ્યું
જ્યારે અધિકારીએ ભાષણની વચ્ચે પાણી માંગ્યું તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે  બોટલ લઈને પહોંચી ગયા. અધિકારી ચુન્દુરુએ નાણામંત્રીનો આભાર માન્યો અને તમામ શ્રોતાઓએ તેમના આ માનવતાવાદી અભિગમને વધાવી લીધો. આ મામલો શનિવારે NSDLની સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ સાથે સંબંધિત છે. 
Advertisement



હાલમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક મહિલા અધિકારીને પાણી આપતા જોવા મળી રહ્યાં છે. કેન્દ્રીય નાણા મંત્રીના આ પગલાંની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હકીકતમાં, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના મેનેજિંગ ડિરેક્ટર પદ્મજા ચુંદુરુ મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન ભાષણ આપી રહ્યાં હતા. દરમિયાન તેમણે પાણી માંગ્યું. ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પાણીની બોટલ લઈને તેમની પાસે પહોંચ્યા હતાં.
વીડિયોમાં જોઈ શકાય છે કે ચુન્દુરુ તેના ભાષણની વચ્ચે જ અટકી જાય છે અને પાણી માંગે છે. પાણી તરફ ઇશારો કર્યા પછી, તેમણે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાણીની બોટલ સાથે પોડિયમ પર પહોંચે છે. માત્ર એટલું જ નહીંં નાણામંત્રીએ બોટલ ખોલીને મહિલા અધિકારીને આપી હતી. હાવભાવથી અભિભૂત, ચુન્દુરુએ નાણામંત્રીનો આભાર માન્યો અને તમામ શ્રોતાઓએ તેને વધાવી લીધો. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે NSDL ના રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ 'માર્કેટ કા એકલવ્ય' વિદ્યાર્થીઓ માટે હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં શરૂ કર્યો હતો
Tags :
Advertisement

.