સાથી સ્પર્ધકોએ પૂનમ પાંડેને શોમાંથી બહાર કરવાની યોજના બનાવી
કંગના રનૌતના રિયાલિટી શો 'લૉક અપ'માં આ દિવસોમાં ઘણો ડ્રામા ચાલી રહ્યો છે. સ્પર્ધકોના રહસ્યો લોકોને આશ્ચર્ય ચકિત કરી દે છે. શોના સ્પર્ધકો વચ્ચે ઘણા ઝઘડાઓ પણ થાય છે. દરેક સ્પર્ધક ફિનાલેના સપ્તાહમાં સ્થાન જાળવી રાખવા એકબીજાને ટક્કર આપી રહ્યા છે. આ શોમાં પૂનમ પાંડે સાથે મુનવ્વરની ખાસ બોન્ડિંગ જોવા મળે છે, પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે પૂનમ પાંડે સાથે છેતરપિંડી કરી રહ્યો છે, ત્યારે તà
Advertisement
કંગના રનૌતના રિયાલિટી શો 'લૉક અપ'માં આ દિવસોમાં ઘણો ડ્રામા ચાલી રહ્યો છે. સ્પર્ધકોના રહસ્યો લોકોને આશ્ચર્ય ચકિત કરી દે છે. શોના સ્પર્ધકો વચ્ચે ઘણા ઝઘડાઓ પણ થાય છે. દરેક સ્પર્ધક ફિનાલેના સપ્તાહમાં સ્થાન જાળવી રાખવા એકબીજાને ટક્કર આપી રહ્યા છે. આ શોમાં પૂનમ પાંડે સાથે મુનવ્વરની ખાસ બોન્ડિંગ જોવા મળે છે, પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે પૂનમ પાંડે સાથે છેતરપિંડી કરી રહ્યો છે, ત્યારે તે રડી પડી. વાસ્તવમાં, મુનવ્વર ફિનાલે ટાસ્ક દરમિયાન પૂનમ પાંડેને શોમાંથી બહાર નીકીળવાની યોજના બનાવી રહ્યો હતો.
હકીકતમાં, શોમાં પૂનમ પાંડેની સાયશા શિંદે, મુનવ્વર અને અંજલી સાથે સારી મિત્રતા હતી. પરંતુ ત્રણેય મળીને પૂનમ પાંડેને શોમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. બધાએ કહ્યું કે તે પોતે શો છોડવા માંગતી હતી અને આ દરમિયાન તેણે બહુ ઓછું યોગદાન આપ્યું. આ પછી પૂનમ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. આ દરમિયાન પૂનમે તેની તબિયત અંગે પણ વાત કરી હતી. પૂનમ પાંડેએ સ્પષ્ટતા આપતા કહ્યું કે આ સમયે તેણીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેના કારણે તે શો દરમિયાન સારું પ્રદર્શન કરી શકી નથી. તેણે કહ્યું કે તેને મહિનાઓથી પીરિયડ્સ નથી આવ્યા, જેના કારણે તે છેલ્લા ટાસ્ક દરમિયાન સારુ પરફોર્મ આપી શકી નથી. આ પછી પૂનમ પાંડેએ મુનવ્વરને કહ્યું- મેં તને ઘણા ટાસ્ક દરમિયાન જીતાડ્યો છે. મને શારિરિક સમસ્યા છે જેના વિશે હું કેમેરાની સામે વાત કરી શકતી નથી. મારે હજી પણ હોસ્પિટલમાં બેક ટુ બેક જવું પડે છે. તેમ છતાં હું શોમાં સારું પરફોર્મ કરવાનો પ્રયત્ન કરુ છુ.
સાથે જ સાથી મિત્રોનું આ વલણ જોઈને પૂનમ સ્મોકિંગ એરિયામાં ગઈ અને રડવા લાગી. ત્યાર બાદ મુનવ્વરે પ્રિન્સ નરુલાને કહ્યું કે પૂનમ જૂઠું બોલી રહી છે, કારણ કે એક ટાસ્ક દરમિયાન પૂનમે પોતે જ તેને કહ્યું હતું કે જ્યારે તેણે સારું પ્રદર્શન કર્યું ત્યારે તે પીરિયડ્સમાં હતી. બાદમાં અંજલિ અને સાયેશા શિંદેએ મુનવ્વરને શોમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો.