Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fake Social Media Account : IPS પ્રેમસુખ ડેલુના 8-8 બોગસ ટ્વીટર એકાઉન્ટ બનાવનારા શખ્સો અઢી વર્ષે પણ મળતા નથી

રાજ્યના IPS અધિકારીઓ માટે કાયદો અને વ્યવસ્થા (Law & Order)ના ડીજીપી સમશેરસિંઘે (Shamsher Singh IPS) સોશિયલ મીડિયા એકાઉન્ટની એડવાઈઝરી જાહેર કરી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક પોલીસ અધિકારીઓના નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ (Fake Social Media Account) બની ચૂક્યાં છે....
fake social media account   ips પ્રેમસુખ ડેલુના 8 8 બોગસ ટ્વીટર એકાઉન્ટ બનાવનારા શખ્સો અઢી વર્ષે પણ મળતા નથી

રાજ્યના IPS અધિકારીઓ માટે કાયદો અને વ્યવસ્થા (Law & Order)ના ડીજીપી સમશેરસિંઘે (Shamsher Singh IPS) સોશિયલ મીડિયા એકાઉન્ટની એડવાઈઝરી જાહેર કરી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક પોલીસ અધિકારીઓના નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ (Fake Social Media Account) બની ચૂક્યાં છે. કેટલાંક કિસ્સાઓમાં તો જે-તે અધિકારીના નામે મદદની જરૂર હોવાનું કહી ગઠીયાઓ રૂપિયા પણ પડાવી ચૂક્યાં છે. મોટાભાગના કિસ્સાઓમાં અધિકારીઓ ફરિયાદ કરવાનું ટાળી સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાવવાનો આગ્રહ રાખે છે. તાજેતરમાં જ IPS હસમુખ પટેલ (Hasmukh Patel) નું નકલી FB Account બનાવ્યા હોવાની ફરિયાદ ગાંધીનગરમાં નોંધાઈ છે અને પોલીસ આરોપી સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. હવે વાત છે, IPS પ્રેમસુખ ડેલુએ એપ્રિલ-2021 માં અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે 8-8 નકલી ટ્વીટર એકાઉન્ટ બન્યા હોવાની નોંધાવેલી ફરિયાદની. ફરિયાદ નોંધાયાના અઢી વર્ષ બાદ પણ પોલીસને એક પણ આરોપી હજુ સુધી મળ્યો નથી. જો કે, આ કેસમાં તપાસ અધિકારીને Twitter Inc. માંથી માહિતી નહીં મળતી હોવાથી ફાઈનલ ભરી કેસ બંધ કરી દીધો છે.

Advertisement

કેમ જારી કરવી પડી એડવાઈઝરી ?

રાજ્યના અનેક પોલીસ અધિકારીઓના નકલી સોશિયલ એકાઉન્ટ બન્યાં છે અને કેટલાંકમાં તો છેતરપિંડી પણ થઈ છે. કેટલાં અધિકારીઓ ભોગ બન્યા તેનો કોઈ ચોક્કસ આંકડો પોલીસ વિભાગ પાસે તો નથી, પરંતુ આંકડો વાસ્તવમાં ખૂબ મોટો છે. આઈપીએસ અધિકારીઓની વાત કરીએ તો, અજયકુમાર ચૌધરી (Ajay Kumar Choudhary IPS) સંદીપસિંઘ (Sandeep Singh IPS) હરેશ દૂધાત (Haresh Dudhat IPS) અને પ્રેમસુખ ડેલુ (Premsukh Delu IPS) ના નકલી સોશિયલ એકાઉન્ટ બની ચૂક્યાં છે. આ તો એ અધિકારીઓ છે જેના ફેક એકાઉન્ટની જાહેરાત થઈ. અધિકારીઓના નામ-હોદ્દા ઓપન સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જાણી તેમના ફોટો મેળવી લઈને ગઠીયાઓ નકલી એકાઉન્ટ બનાવે છે. આથી એડવાઈઝરીમાં સોશિયલ મીડિયા એકાઉન્ટને વેરિફાઈ કરાવી લેવા, એકાઉન્ટને લોક રાખવા, ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલાં ખરાઈ કરવા, પ્રોફાઈલ માત્ર ફ્રેન્ડસ જોઈ શકે તેવી રાખવા તેમજ સ્ટ્રોંગ પાસવર્ડ તથા પાસવર્ડ સમયાંતરે બદલવા સૂચન કરાયા છે.

Advertisement

IPS ડેલુએ શું નોંધાવી હતી FIR ?

ઓગસ્ટ-2020થી IPS પ્રેમસુખ ડેલુ અમદાવાદ શહેરમાં ઝોન-7ના નાયબ પોલીસ કમિશનર (Zone 7 DCP) પદ પર ફરજ બજાવતા હતા. તેમણે એપ્રિલ-2021માં સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) ખાતે ફરિયાદ નોંધાવી હતી. ડેલુના નામ-હોદ્દાનો તેમજ ફોટાનો ઉપયોગ કરી જુદાજુદા 8 ટ્વીટર એકાઉન્ટ બનાવનારા અજાણ્યા શખ્સો BJP અને સરકાર વિરોધી વાતો ફેલાવતા હોવાનું તેમને જાણવા મળ્યું હતું. IPC 419, 469, 471 અને IT Act 66 c હેઠળ આપેલી ફરિયાદ અગાઉ પ્રેમસુખ ડેલુએ તમામ ટ્વીટર એકાઉન્ટ બંધ કરવા સાયબર ક્રાઈમ (Cyber Crime) દ્ધારા માર્ચ-2021માં Twitter Inc. ને પણ જાણ કરી હતી. જો કે, મહિના સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં IPS પ્રેમસુખ ડેલુએ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

IPS ડેલુના નામે બોગસ Instagram ID બન્યું હતું

ફેક ટ્વીટર એકાઉન્ટની ફરિયાદના એકાદ વર્ષ બાદ કોઈ ગઠીયાએ જામનગર એસપી પ્રેમસુખ ડેલુ (Jamnagar SP Premsukh Delu) ના નામે બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી Instagram ID બનાવી હતી. પ્રેમસુખ ડેલુનો યુનિફોર્મ પહેરેલા ફોટાનો ઉપયોગ કરી બનાવાયેલી Instagram ID થકી ગઠીયાએ અનેક મિત્રો બનાવ્યા હતા. એપ્રિલ-2022માં અમદાવાદના એક યુવકને ગઠીયાએ મેસેજ કરી 5 હજાર રૂપિયા માગ્યા હતા અને 2 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર (Online Transfer) પણ કરાવી લીધા હતા. આ મામલાની જાણ પ્રેમસુખ ડેલુને મીડિયા પર્સન થકી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અમને નાઇટમાં નિકળતા બીક લાગે છે…શનિ -રવિ બહાર ના નિકળવાનો મેસેજ છે….!

Tags :
Advertisement

.