Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મ અવતાર 2 માં વિઝ્યુઅલથી લઈને સિનેમેટોગ્રાફી સુધી બધું જ અદ્ભુત પણ...

ચાહકો લાંબા સમયથી જેમ્સ કેમરૂનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' (Avatar the Way of Water)ની રાહ જોઈ રહ્યા છે. આ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ફિલ્મ 'અવતાર'ની સિક્વલ છે, જે તેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને એક અલગ સ્ટોરી સાથે એક શાનદાર ફિલ્મ હતી. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મે ઘણી પ્રશંસા મેળવી હતી. હવે 'અવતાર: ધ વે ઓફ વોટર' પાન્ડોરા અને તેના રહેવાસીઓની વાર્તા ચાલુ રાખે છે. ફિલ્મમાં લેટેસ્ટ VFX ટેક્નોલોજીનો ઉપયોગ ફિલ્મને àª
ફિલ્મ અવતાર 2 માં વિઝ્યુઅલથી લઈને સિનેમેટોગ્રાફી સુધી બધું જ અદ્ભુત પણ
ચાહકો લાંબા સમયથી જેમ્સ કેમરૂનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' (Avatar the Way of Water)ની રાહ જોઈ રહ્યા છે. આ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ફિલ્મ 'અવતાર'ની સિક્વલ છે, જે તેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને એક અલગ સ્ટોરી સાથે એક શાનદાર ફિલ્મ હતી. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મે ઘણી પ્રશંસા મેળવી હતી. હવે 'અવતાર: ધ વે ઓફ વોટર' પાન્ડોરા અને તેના રહેવાસીઓની વાર્તા ચાલુ રાખે છે. 
ફિલ્મમાં લેટેસ્ટ VFX ટેક્નોલોજીનો ઉપયોગ ફિલ્મને વધુ સારી બનાવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ લોકોએ તેની રાહ જોઈ રહ્યા હતા.ગુજરાત ફર્સ્ટ દ્રારા લોકો સાથે આ ફિલ્મને લઈને રિવ્યુ પૂછવામાં આવ્યા તો ફિલ્મને લઈને મિશ્ર પ્રતિસાદ મળ્યા, કેટલાકે કહ્યું કે આ ફિલ્મ એક નંબર તો કેટલાક તો ફિલ્મની સ્ટોરીને લઈને કંટાળી ગયા ચાલો જાણીએ કોને શું કહ્યું...
લોકો સાથે ગુજરાત ફર્સ્ટ દ્રારા ફિલ્મના રિવ્યું વિશે પૂછવામાં આવ્યું તો મળ્યા આ જવાબ 
  • અમદાવાદના રાજેશ પટેલ કહે છે કે અવતાર 2ના વિઝ્યુઅલ ખરેખર પ્રશંસનીય છે. લાંબી રાહ દર્શકો માટે ફાયદાકારક સાબિત થઈ. 
  • અમદાવાદના અવની ખત્રી સાથે વાત કરી તો તેમને કહ્યું કે અવતાર 2 ખૂબ જ સારી ફિલ્મ જે પહેલા કરતા પણ સારી છે. મને વાર્તા ગમી અને તેમાં ઉત્તમ વિઝ્યુઅલ છે દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ.
  • અમદાવાદના કોલેજનું એક ગ્રુપ આ મુવી જોવા આવ્યું હતું જેમાં લોકોએ આ મુવી જોઈને કીધું કે વિઝ્યુલ અને સિનેમેટોગ્રાફી એક નંબર છે પણ મુવીની સ્ટોરી બજુ લાંબી છે અને વચ્ચે વચ્ચે મુવી પણ સ્લો થઈ જાય છે બાકી વિઝ્યુલ અને સિનેમેટોગ્રાફી માટે આ મુવી એકવાર તો જોવી જોઈએ બાકી સ્ટોરીમાં અમને દમ ન લાગ્યો 
  • અમદાવાદના નિશિતા પટેલે કહ્યું કે આ ફિલ્મ મે ખાલી વિઝ્યુલ અને સિનેમેટોગ્રાફી માટે જોઈ છે બાકી સ્ટોરી અવતાર કરતાં બહું જ સ્લો છે અને વચ્ચે તો મને કંટાળો આવી ગયો બાકી મે ખાલી આ ફિલ્મ સિનેમોટોગ્રાફી માટે જ જોઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.