Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓગસ્ટ મહિનાથી બજારમાં આવશે ઈથેનોલથી ચાલતી કાર, જાણો કોણ લોન્ચ કરશે વાહનો

હવે પેટ્રોલ કે ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી કાર રસ્તાઓ પર ઇથેનોલથી ચાલશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ઇથેનોલથી ચાલતી કાર બજારમાં આવશે. ભાજપે...
ઓગસ્ટ મહિનાથી બજારમાં આવશે ઈથેનોલથી ચાલતી કાર  જાણો કોણ લોન્ચ કરશે વાહનો

હવે પેટ્રોલ કે ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી કાર રસ્તાઓ પર ઇથેનોલથી ચાલશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ઇથેનોલથી ચાલતી કાર બજારમાં આવશે. ભાજપે આજે મુંબઈમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. Modi@9 અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ આ માહિતી આપી હતી.

Advertisement

નીતિન ગડકરીએ કહ્યું કે ઓગસ્ટ મહિનાથી માત્ર કાર જ નહીં પરંતુ ઇથેનોલ પર ચાલતી બાઇક પણ બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ રીતે હવે ઇથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલર પણ ગ્રાહકોને ઉપલબ્ધ થશે. ટોયોટા કંપની આ વાહનો લોન્ચ કરી રહી છે. આ વાહનો 100 ટકા બાયો-ઇથેનોલ પર ચાલશે અને ઇથેનોલ ઇંધણ પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે અને પ્રદૂષણ પણ નહીં થાય.

નીતિન ગડકરીએ જણાવ્યું કે, ઓગસ્ટથી માત્ર ઈથેનોલ પર ચાલતી કાર જ નહીં પરંતુ ઈથેનોલથી ચાલતી બાઈક પણ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે ઈથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ-વ્હીલર પણ ગ્રાહકોને મળશે. આ વાહનો 100 ટકા બાયો-ઈથેનોલ પર ચાલશે અને ઈથેનોલ ઈધણ પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે. આના કારણે પ્રદૂષણ પણ નહીં થાય...

Advertisement

ઉલ્લેખનિય છે કે, ટોયોટા કંપની આ વાહનોને લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીતિન ગડકરીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં પચાસ લાખ કરોડ રૂપિયાના કામો પૂરા થયા, એક પણ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ નથી. કામમાં પારદર્શિતા જાળવવી અને ડિજીટલાઇઝેશનના કામને વેગ આપ્યો. ગડકરીએ કહ્યું કે સમાજવાદી વિચારોવાળી પાર્ટી હવે રહી નથી. સામ્યવાદી પક્ષો ટકી શક્યા નહીં.

Advertisement

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, થઇ જશો ખુશ…

Tags :
Advertisement

.