Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ બન્યા?

અહેવાલ---આનંદ પટણી, સુરત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એપીએમસીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ છે. પ્રમુખ પદ પર ચોર્યાસી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ ઉપ પ્રમુખ પદ પર હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે. પ્રમુખ પદે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય...
સુરત ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં પ્રમુખ ઉપ પ્રમુખ કોણ બન્યા
અહેવાલ---આનંદ પટણી, સુરત
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એપીએમસીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ છે. પ્રમુખ પદ પર ચોર્યાસી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ ઉપ પ્રમુખ પદ પર હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.
પ્રમુખ પદે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની વરણી
સુરત ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં ૧૪ ડીરેક્ટરો બિન હરીફ ચુંટાઇ આવ્યા બાદ આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે વરણી થઇ છે. ભાજપના તમામ ડીરેક્ટરો ચુંટાઈ આવ્યા હોવાથી ભાજપ તરફથી મેન્ડેટ આપીને પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની વરણી કરવામાં આવી હતી. આજે સુરત એપીએમસીના પ્રમુખ પદ માટે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની વરણી કરવામાં આવી છે. જયારે ઉપ પ્રમુખ પદ માટે હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.
૧૪ બેઠકો પર ચુંટણી થઇ હતી
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને વાર્ષિક ૨૫૦૦ કરોડથી વધુ ટન ઓવર ધરાવતી એપીએમસીના વ્યવસ્થાપક કમિટીની ચુંટણીમાં ૧૦ ખેડૂત, મંડળી અને ચાર વેપારીની મળીને ૧૪ બેઠકો પર ચુંટણી થઇ હતી આ ઉપરાંત પાલિકા, જિલ્લા રજીસ્ટાર અને સુરત જિલ્લા ખેતીવાડીની એક એક બેઠક મળીને કુલ ૧૯ બેઠકો છે.
સંદીપ દેસાઈનું નામ અગાઉથી જ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે સંદીપ દેસાઈનું નામ અગાઉથી જ ચર્ચામાં હતું. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જનક બગદાણાવાળાએ તમામે તમામ ડીરેક્ટરોને રૂબરૂ મળી સાંભળ્યા હતા અને આજે સતાવાર રીતે પ્રમુખ પદ માટે સંદીપ દેસાઈ અને ઉપ પ્રમુખ પદ માટે  હર્ષદ ભાઈ જીતુભાઈ પટેલ વરણી કરાઈ છે.
Advertisement
Tags :
Advertisement

.