Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : આર્થિક મંદીએ એક જ પરિવારના બે રત્ન કલાકાર ભાઈઓનો જીવ લીધો!

છેલ્લા ઘણા સમયથી આર્થિક મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગનો કપરો કાળ ચાલી રહ્યો છે. આર્થિક મંદીના કારણે અનેક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. તેવામાં સુરતના (Surat) અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણ અનુભવી રહેલા એક જ પરિવારના બે ભાઈઓ ઝેરી...
surat   આર્થિક મંદીએ એક જ પરિવારના બે રત્ન કલાકાર ભાઈઓનો જીવ લીધો

છેલ્લા ઘણા સમયથી આર્થિક મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગનો કપરો કાળ ચાલી રહ્યો છે. આર્થિક મંદીના કારણે અનેક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. તેવામાં સુરતના (Surat) અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણ અનુભવી રહેલા એક જ પરિવારના બે ભાઈઓ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બે પૈકીના એક ભાઈનાં મોતનાં પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બંને ભાઈઓએ ઝેરી દવા ગટગટાવ્યા બાદ પરિવારજનોને જાણ કરતા તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

Advertisement

સુરતના (Surat) હીરા ઉદ્યોગમાં (diamond industry) છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. સુરતના હીરા ઉદ્યોગની સ્થિતિ ડામાડોળ થવાનાં કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. ભૂતકાળમાં કેટલાય રત્ન કલાકારોએ આર્થિક સકળામણના કારણે આપઘાત કરવા સુધીના અણધાર્યા પગલાં ભર્યા છે, જેના કારણે અનેક પરિવારે પોતાના આધાર સ્તંભ ગુમાવ્યા છે. ત્યારે આ વચ્ચે વધુ એક ઘટના સુરતનાં અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં એક જ પરિવારના બે સગા ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

સૌજન્ય : Google

Advertisement

22 વર્ષ પહેલા પિતાનું અવસાન થયું

અમરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાવનગરના (Bhavnagar) વલ્લભીપુર ખાતેના વતની એવા સુતરીયા પરિવારના પરીક્ષિત સુતરીયા અને હિરેન સુતરીયા છેલ્લા લાંબા સમયથી રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 22 વર્ષ પહેલા પિતાના અવસાન બાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી બંને ભાઈના માથે આવી ગઈ હતી. રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે બંને મદદરૂપ બનતા હતા.

આપઘાત પહેલા પરિવારજનોને ફોન કર્યો

પરંતુ, છેલ્લા કેટલાય સમયથી બંને ભાઈઓની આર્થિક સ્થિતિ સારી નહોતી. હીરા ઉદ્યોગમાં એક તરફ આર્થિક મંદિના કારણે કામ પણ વધુ થતું નહોતું, જેથી હપ્તા ભરવામાં પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી હારીને ગત રોજ પોતાના જ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પરીવારજનોને ટેલિફોનિક જાણ કરી હતી. જે બાદ બંનેને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેનાં મોત નીપજતા પરિવારે પોતાનો આધાર સ્તંભ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આપઘાત ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી, જે અંગેની પણ પોલીસ (Surat Police) તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો - ગોંડલ પંથકની 16 વર્ષીય સગીરા પર બિલિયાળાના યુવાને દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો - પોલીસ કેવી રીતે ક્રાઈમ રેટ ઘટાડે છે ? જાણો

આ પણ વાંચો - લો બોલો..! સરકારી હોસ્પિટલમાં ઝડપાયો નકલી ગાયનેક ડોક્ટર, તંત્ર ઊંઘતું રહ્યું

Tags :
Advertisement

.